સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજકોટમાં બનશે: સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર
મોટામવા, વાવડી, મનહરપુર, માધાપર, મુંજકા સહિતના વિસ્તારના અંદાજે 3થી 4 લાખ લોકોને લાભ મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના પીવા માટેના પાણીના ઇતિહાસમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રનો સૌથી મોટો 150 ખકઉ ક્ષમતા ધરાવતો આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઠઝઙ) મંજૂર થયો છે. ન્યારી-1 ડેમના પાણી પર આધારિત આ વિશાળ પ્રોજેક્ટ રાજકોટના પાણીના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થવાનો છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજ 15 કરોડ લીટર પાણીના શુદ્ધિકરણ બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં સપ્લાય થશે અને અંદાજે ચાર લાખ નાગરિકોને સીધો લાભ મળશે. ન્યારી-1 ડેમ આધારિત આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કણકોટ રોડ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, વોર્ડ નં. 11ના મવડી ટીપીના બે પ્લોટમાં લગભગ 54,558 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. મૂળભૂત રીતે, 150 ખકઉ ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 117.24 કરોડનો ખર્ચ થશે. આ કામમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. 9.33 કરોડનો પણ સમાવેશ થાય છે, જેનાથી કુલ ટેન્ડર રકમ રૂ. 136.70 કરોડ થાય છે. આ ઉપરાંત, રૂ. 20.36 કરોડ જીએસટી (ૠજઝ) અને ઘખના રૂ. 9.60 કરોડ સહિત અધિકારીઓએ કુલ રૂ. 143.07 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટમાં પાંચ વર્ષનો કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ સામેલ છે. કામ માટે ટેન્ડર પ્રક્રિયામાં ચેન્નાઈની ઇકો પ્રોટેક્શન એન્જિનિયરિંગ અને રાજકોટની સ્ટર્લિંગ ઇન્ફ્રા. કંપનીના જોઈન્ટ વેન્ચરે 26.99 ટકા ‘ઓન’ માંગ્યો હતો, જ્યારે અમદાવાદના ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા. લિ. અને ક્રિષ્ના ક્ધસલ્ટન્ટના જોઈન્ટ વેન્ચરે 4.66 ટકા ’ઓન’ રજૂ કર્યો હતો. આ નીચા ભાવને ટેક્નિકલ ઇવેલ્યુએશન કમિટીએ મંજૂર કર્યો છે. જો આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો, તે રાજકોટના પાણી પુરવઠા માળખામાં એક મોટું સીમાચિહ્નરૂપ પરિવર્તન લાવશે. આ યોજના પાંચ વર્ષ પહેલાં સરકારી મંજૂરી મેળવ્યા બાદ હવે સાકાર થવા જઈ રહી છે.



