પોલીસે ગણતરીની કલાકોમાં 4 શખ્સોની ધરપકડ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં આયોજિત ગણેશ પંડાલમાં દેશી દારૂની પોટલીઓ હાથમાં લઇ પી લે પી લે ગીત પર ડાન્સ કરતા ચાર શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી વાઈરલ વીડિયોમાં દેખાતી જગ્યા તેમજ દેખાતા શખ્સો વિશે તપાસ હાથ ધરી. જાહેરમાં દેશીદારૂની પોટલીયો હાથમા લઇને ડિસ્કો કરતા ચાર શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ગઇકાલ રાત્રીના સમયે ચાર ઈસમો મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે ગણેશના પંડાલ બહાર ઉભા ઉભા જાહેરમાં દેશી દારૂની પોટલીયો હાથમા લઇને પી લે પી લે ગીત પર ડિસ્કો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થયેલ હતો. જેથી, તુરંત જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.રાણેની સૂચનાથી તાત્કાલિક જગ્યાની ખરાઇ કરી આરોપીને શોધી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જે અન્વયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના ઙજઈં એ.બી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના દ્વારા ગણતરીના કલાકમાં વીડિયોમાં દેશી દારૂની પોટલીયો સાથે દેખાતા ઈસમોને શોધી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ પોતાનું નામ કિશોરભાઇ મધુભાઇ રીબડીયા (ઉ.વ.45), સિંધાભાઇ વેલજીભાઇ થરેસા (ઉ.વ.36), કાળુભાઇ વિરમભાઇ બાણોધરા (ઉ.વ.45) અને રાજાભાઇ ઉર્ફે રાજુ મેરૂભાઇ ડાભી (ઉ.વ.38) જણાવ્યું હતું. આ અંગે આરોપીઓ દ્વારા માફી પણ માંગવામાં આવી છે અને તેઓ વિરુધ્ધ અગાઉ કોઈ ગુનામાં સંડોવણી સી કે કેમ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.