હર બાલક મેં કલા છુપી હૈ, દિલસે બહાર નિકલને ભર કી દેર હૈ !!
સાતમા ધોરણમાં અભ્યાસ કરતો બાળક મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દરેક બાળકમાં કંઈકને કંઈક સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે અને કંઈકને કંઈક કલા કૌશલ્ય પણ છુપાયેલા હોય છે. બાળકોની આવી શક્તિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરું પાડી આવી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ શિક્ષકો કરતા હોય છે ત્યારે મોરબી તાલુકાનું તમામ સુવિધાઓથી સજ્જ આદર્શ કહી શકાય એવું ગામ એટલે કે રાજપર ગામ.
આ ગામનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો અનંત સુખદેવભાઈ અઘારા શિક્ષક દિનેશભાઈ ભેંસદડિયાના માર્ગદર્શનથી અને પરિવારજનોની પ્રેરણાથી પેન્સિલ વડે દેશનેતાઓ જેવા કે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, વીર કર્તારસિંહ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, ડો.બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ સહિત અનેક મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે. નાના બાળકની આવી સિદ્ધિ બદલ શાળા પરિવાર, ગ્રામજનો અને પરીવારજનો દ્વારા અનંત ભવિષ્યમાં ખૂબ મોટો ચિત્રકાર બને એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.