ફાયર વિભાગે ચાર કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીકના વાડલા ફાટક પાસે વહેલી સવારે કોલસા ભરેલ એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલ્ટી મારી જતા તેમાં અચાનક આગ લાગતા આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જયારે આ આગને કારણે ટ્રકના ડ્રાઇવર ઉદારામ ડુગરારામ ગોદરા ચૌધરી (ઉ.વ.36) રહે.રાજસ્થાનના ગીડા ગામના વ્યક્તિનું ભડથુ થઇ જતા મોત નિપજ્યુ હતુ.
જયારે આ ટ્રકનો અકસ્માત થતા ટ્રકે પલ્ટી મારી હતી અને આગ લાગી જતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે ચાર કલાકની જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગને કાબુમાં કરી હતી. જયારે આ ટ્રક અકસ્માતની ઘટના બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી છે.