રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત હેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.31/10/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી- એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 3 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી- એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (1) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (2) કાલાવડ રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ કેવા કે, (1) ભાવનગર રોડ અને (2) કુવાડવા રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના વિવિધ એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ ખાતેથી કુલ 3 ટન કચરાનો નિકાલ
Follow US
Find US on Social Medias