ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે અને રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે મોરબીનાં નાની વાવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવનું બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ખરેડા ગામના વતની અને હાલ નાની વાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા તેમજ મોરબીનાં નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવ (ઉં.વ. 46) નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હૃદય બેસી જતા મોત નીપજયું હતું. અચાનક હાર્ટ એટેકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.