રાવણના મહાકાય પૂતળાનું દહન થશે
ખાસ-ખબર સંવાદદાતા
9 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક માતાજીની આરાધાના બાદ આગામી 24 ઓક્ટોબરના રોજ દશેરાના અવસરે રેસકોર્સ મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યાં સાંજે 7 કલાકે ભવ્ય આતશબાજી અને લાઈટ એન્ડ લેસરના નયનરમ્ય શો બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રેસકોર્સ મેદાનમાં પ્રતિવર્ષ યોજાતા આ રાવણ દહનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.
- Advertisement -
ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા રાવણની મહાકાય 60 ફૂટના પૂતળા ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની પણ 30-30 ફૂટની પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. રાવણની 60 ફૂટના પૂતળાના નિર્માણમાં 10 ફૂટનું માથુ, 10 ફૂટનો મુઘટ, 25 ફૂટનું ધડ અને 15 ફૂટના પગનો સમાવેશ થાય છે. રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે.
શક્તિની નવ-નવ દિવસની આરાધના બાદ આસુરી શક્તિના પ્રતિક સમાન રાવણના દહન સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન થાય છે.