ચોરી કરતો વિદ્યાર્થી CCTVમાં ઝડપાઈ જતા તેની સામે કર્યવાહી હાથ ધરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્નાતકના વિદ્યાર્થીઓની બીએ બીકોમ સેમેસ્ટર 3 સહીત 31 પરીક્ષા ગઈકાલથી શરૂ થઇ છે. ત્યારે આજે સતત બીજા દિવસે એક વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાયો છે. પરીક્ષાના પ્રારંભે અમરેલીમાં 3 અને બાઢડામાં 2 મળી કુલ 5 વિદ્યાર્થીઓ સામે કોપીકેસ અંગે કાર્યવાહી કર્યા બાદ આજે બી દિવસ લાઠીની ગાયત્રી કોલેજમાં કકઇ સેમેસ્ટર 3ની પરીક્ષામાં કાપલી સાથે એક વિદ્યાર્થી ઝડપાતા પરીક્ષા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજથી 140 કરતા વધુ કેન્દ્ર પર શરૂ થયેલ પરીક્ષામાં કુલ 85 ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે પ્રથમ દિવસે અમરેલી ખાતે 3 અને બાઢડામાં 2 મળી કુલ 5 વિદ્યાર્થી ગેરરીતી આચરતા ઝડપાઈ ગયા હતા. જયારે આજે બીજા દિવસે લાઠીની ગાયત્રી કોલેજમાં કકઇ સેમેસ્ટર 3 ની પરીક્ષામાં એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતો ઈઈઝટમાં ઝડપાઇ જતા તેમની સામે કર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ દાખલ કરાયા છે. જેને આગામી ઈ.ડી.એ.સી. (એક્ઝામિનેશન ડીસીપ્લીનરી એક્શનકમિટી)માં આગામી પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી શરૂ થયેલ બીજા તબક્કાની પરીક્ષામાં અલગ અલગ 31 કોર્ષની પરીક્ષા બે શિફ્ટમાં 140 કરતા વધુ કેન્દ્રો ઓર લેવામાં આવી રહી છે. જેમાં કુલ 57,495 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં પણ 22થી વધુ વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કાર્યવાહી કરવામાં આવી હતી.