ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જોશીપુરા ક્ધયા છાત્રલય ખાતે વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ક્ધયા છાત્રાલય સંસ્થામાં વિદ્યાર્થી જન જાગૃતિનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ કાર્યને સફળ બનાવવા સંસ્થાના ઉત્સાહી રોમીલભાઈ તથા પ્રિન્સિપાલ જયશ્રીબેન તથા સ્ટાફના ભાઈઓ,બહેનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાલયના વિદ્યાર્થીની બહેનોએ બહોળી સંખ્યામાં અંદાજે 350 વિદ્યાર્થીનીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સંસ્થાનો સવિસ્તૃત પરિચય સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા જાગૃતિનું સવિસ્તૃત માર્ગદર્શન દેવાંગભાઈ ત્રિવેદીએ આપ્યું હતું, સાથે સંસ્થાના સંયોજિકા ભાવનાબેન તથા મિનાબેન તથા નવા ઉત્સાહી કાર્યકર તિર્થભાઈ તથા હીરાભાઈએ હાજરી આપી હતી.