ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના ઉપક્રમે નવા 150 રીંગ રોડ પર આયોજિત રાસોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ વંદેમાતરમ્ ગાન પર અદભૂત સામૂહિક પરફોર્મન્સ આપીને ઉપસ્થિત મહેમાનો અને દર્શકોના મન મોહી લીધા હતા. આજના દિવસે આ આયોજનમાં જયેશભાઈ રાદડિયા (ધારાસભ્ય જેતપુર, પૂર્વ કેબિનેટ મંત્રી), જયેશભાઈ બોઘરા (મા.યાર્ડ ચેરમેન), મુકેશભાઈ તોગડિયા (ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ), મુકેશભાઈ કમાણી તાલુકા ભાજપ પ્રમુખ લોધીકા), ડો. મનોજભાઈ કાછડીયા (જિલ્લા ભાજપ મંત્રી), દર્શનભાઈ રામાણી (જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર બહુમાળી ભવન), પોલીસ વિભાગના મેહુલભાઈ વઘાસિયા તથા દિવ્યેશભાઈ માલવિયા, પ્રો. અંકુરભાઈ માવાણી (એ.વી.પી.ટી કોલેજ) સહિતના મહેમાનો પધાર્યા હતા.
જેઓએ મન ભરીને રાસોત્સવ માણીને લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડીના સુપર્બ આયોજનને વખાણ્યું હતું. ખાસ કરીને રાજકોટમાં સૌ પ્રથમવાર વડોદરા સ્ટાઈલથી કરેલી લાઈટિંગ પેટર્નને અદભૂત ગણાવી તમામ સ્તરની વ્યવસ્થાને બારીકાઈથી નિહાળી મહેમાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આજના દિવસે સિનિયર અને કિડ્સ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલ ડ્રેસવિનર્સને 10થી લઈને 50 ગ્રામ ચાંદીની ગીનીથી નવાજવામાં આવ્યા હતા. જેમાં સિનિયર કેટેગરી પ્રિન્સ, પ્રિન્સેસ તથા વેલડ્રેસ વિનર્સ તરીકે સાગર ગોંડલીયા, સ્મિત વેકરીયા, પ્રીત ભુત, સાહિલ રામાણી, હર્ષ દોમડીયા લિપિ વેકરીયા, મોનિકા લુણાગરિયા, દેવિકા વસોયા, હેતલ તળપદા, હિતિક્ષા સોરઠીયા અને જુનિયર કેટેગરીમાં પ્રિન્સ પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ વિનર્સ તરીકે પરમ વેકરીયા, ધ્રુવ કથીરીયા, પ્રિન્સ ધાંગરિયા, કેનીલ પાંભર, મહેક ફળદુ, ધ્વનિ વોરા, વેદાંશી ધાડિયા, પરવી સોરઠીયા, સ્તુતિ બારડ, શ્રેયા પરમારે 10થી 50 ગ્રામ ચાંદીની ગીની જીતી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા નોરતે ડેઇલી વિનર્સ વચ્ચે મેગા ફાયનલ રાઉન્ડ રમાડાશે જેના વિજેતાઓને સોના ચાંદીના લાખેણા ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.
- Advertisement -