ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની સામે બૂમરેંગ થઈ છે ત્યારે કેટલાક કમીશન એજન્ટો હવે પોતાની ઈમેજને વધુ ન બગડે એટલે પોતાનો આમા કોઈ રોલ જ નથી અને તેઓ ભાગબંટાઈમાં નથી એવા બણગાં ફૂંકી રહ્યા છે.પણ નગરપાલિકાને નિચોવીને જાહોજલાલીમાં રચ્યા પચ્યા રહેતા લોકોની રહેણી કરણી પરથી લોકોને ખબર જ છે વગર કોઈ કામધંધે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા હશે. ટુક સમયમાંજ કોટેના દ્વારેથી બધીજ કાયેવાહી કરવામાં આવશે તેમજ આઇ.ટી. વિભાગ દ્વારા પણ ખોટા બેંક વ્યવહારોને ચેક કરીને પગલાં લેવામાં આવશે તેવી ક્વાયત થઈ રહી છે. તેમજ કેટલાક લોકો પાણી પહેલા પાળ કરવા ધમપછાડા કરી રહ્યા છે અને પોતાનું નામ ન આપવાની શરતે ઘણા અંદરોઅંદરના વ્યવહારો ખુલ્લા પાડી રહ્યા છે.જળ સુવિધા માટે સરકારે આપેલા નાણાંનુ મસમોટુ કૌભાંડ ખાતરીબધ્ધ દસ્તાવેજો સાથે રજુ કરવામાં આવશે તેવું પણ જાગૃત નાગરિક મુકેશ રીબડીયાએ જણાવ્યું હતું.
વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા નક્કર પુરાવા સાથે મસમોટું કૌભાંડ બહાર લાવશે
