રાજકોટ મેયર, મ્યુ. કમિશનર, સ્ટે. કમિટી ચેરમેન સહિતના અધિકારીઓએ સભાસ્થળે વિઝીટ કરી
આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી તા. 25ના રોજ જંગી જનસભાને સંબોધશે ત્યારે પી.એમ. મોદીના આગમનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભવ્ય ડોમ બનાવવામાં આવી રહ્યો છે, તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, મ્યુ. કમિશનર આનંદ પટેલ, સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મનીષ રાડીયા, માધવ દવે, અશ્ર્વીન મોલીયા સહિતના પદાધિકારીઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે વિઝીટ કરવા પહોંચી ગયા હતા. 25 અલગ-અલગ વિભાગો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
આગામી તા. 25 ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી રાજકોટમાં સભા ગજવશે ત્યારે 1.5 લાખ લોકો બેસી શકે તેવો જર્મન ટેકનોલોજીના પાંચ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.