લોઢવા ગામના બે બુટલેગરોને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન
કુલ રૂા.1.14 લાખનો દારૂ અને રૂા.3 લાખની કાર મળી કુલ રૂ. 4.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
સુત્રાપાડા પોલીસે બળેવલા ગામના વડલીના પાટીયા નજીકથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-165 તથા બીયર ટીન નંગ-24 મળી રૂ. 1,14,570 તથા હેરાફેરીમાં ઉપયોગ લીધેલ હ્યુન્ડાઈ કંપનીની આઇ-20 મોટર કાર રૂ.3 લાખ મળી કુલ રૂ.4,14, 570 નો પ્રોહિનો મુદામાલ ઝડપી લીધેલ છે જયારે લોઢવા ગામના બે બુટલેગરોને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. સુત્રાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમી મળેલ જેમાં જયેશ ઉર્ફે મુરલી સરમણભાઈ વાળા રહે.લોઢવા તા.સુત્રાપાડા તથા હીતેશ ઉર્ફે ડાડો જેસાભાઈ વાઢેર, રહે લોઢવા, તા.સુત્રાપાડા બન્ને ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરે છે અને એક હ્યુન્ડાઈ આઈ-20 મોટર કાર નંબર જી.જે. 27 એ.બી. 1203 માં ઈંગ્લીશ દારૂના જથ્થાવાળી ગાડી બળેવલા ગામના વડલીના પા નામની સીમમાં વિદેશી દારૂની હેરફેર કરવાના હોય જે સ્થળે પહોંચી ગાડીમાં ચેક કરતા (1) ભારતીય બનાવટનો વિદેશી દારૂની ઇમ્પીરીયલ બ્લ્યુ હેન્ડ પેક્ડ ગ્રેઈન વ્હિસ્કી 750 એમએલની બોટલો નંગ 12 રૂા.13,200 (2) ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ ફીટનેશ પ્રીમીયમ વ્હીસ્કી બોટલો નંગ-08 રૂ.10,800 (3) ભારતીય બનાવટનો મેજીક મુમેટ ઓરેન્જ ફલેવર વોડકા 750 એમ.એલ ની બોટલો નંગ-10 રૂા.12,000 (4) ભારતીય બનાવટનો મેજીક મુમેટ ગ્રીન એપલ ફ્લેવર વોડકા 750 એમ.એલ.ની બોટલો નંગ-12 બોટલો નંગ-12 રૂ.14,400 (5) ભારતીય બનાવટનો ટેગ પ્રીમીયમ લેગર બીયર 540 એમ.એલ ની કાંચની કાંચની બોટલ બીયર નંગ-09 રૂ.1890 (6) ભારતીય બનાવટનો ટેગ પ્રીમીયમ લેગર બીયર 500 એમ.એલ.ના ટિનના કેન નંગ-24 રૂા.4080 (7) ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ ફીટનેશ પ્રીમીયમ વ્હીસ્કી 375 એમ.એલ.ની બોટલો નંગ 39 રૂા.25,350 (8) ભારતીય બનાવટનો રોયલ સ્ટગ ક્લાસીક વ્હીસ્કી 375 એમએલની બોટલો નંગ-43 રૂ.27,950 (9) ભારતીય બનાવટનો વિદેશી દારૂની કીમપીસ સ્પેશીયલ વ્હીસ્કી 180 એમ એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-15 રૂા.1500 (10) ભારતીય
બનાવટનો વિદેશી દારૂની જોન માર્ટીન વ્હીસ્કી 180 એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-14 રૂા.1400 (11) ભારતીય બનાવટનો વિદેશી દારૂની લોર્ડ જોન જ્યુપીટર ડેસ્ટીલેટી દમન વ્હીસ્કી 180 એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-11 રૂા.1100 (12) ભારતીય બનાવટનો વિદેશી દારૂની રોયલ સ્પેશીયલ પ્રીમીયમ વ્હીસ્કી 180 એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-05 રૂ.500 (13) ભારતીય બનાવટનો વિદેશી દારૂની સીલ્વર સ્ટાર ડીસ્ટીલરી દમણની વ્હીસ્કી 180 એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-04 રૂા.400 મળી કુલ રૂા.1,14,570 તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર કાર રૂા.3 લાખ મળી રૂ. 4,14,570 નો મુદામાલ ઝડપી લીધેલ જ્યારે (1) જયેશ ઉર્ફે મુરલી સરમણભાઈ વાળા રહે.લોઢવા તથા (2) હીતેશ ઉર્ફે ડાડો જેસાભાઈ વાહેર, રહે.લોઢવા ની સામે પ્રોહિ કલમ 65-7, 982), 99 તથા 81 મુજબનો ગુન્હો નોંધી બન્નેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.



