સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના લોકો બહોળી સંખ્યામાં જોડાયા
વિવિધ ફ્લોટ્સ સાથે વિવિધ સંદેશ અપાયા,રાજકીય અને બિનરાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરાયુ
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.14
ખારવા સમાજના ઇષ્ટદેવ અને રણુંજાના રાજા એવા રામદેવપીર મહારાજની જન્મજયંતીએ દર વર્ષે પરંપરાગત ધ્વજા શોભાયાત્રા વેરાવળમાં નીકળે છે. જેમાં શુક્રવાર ના રોજ સમસ્ત ખારવા સમાજ સાગરપૂત્ર ફાઉન્ડેશનના અધયક્ષ લખમભાઈ દામજીભાઈ ભેસલા,પટેલ દામજીભાઈ ફોફંડી, પુર્વ નગર પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ કિશનભાઈ, કિરીટભાઈ, ગોવિંદભાઈ સહિતના નેજા હેઠળ ઘનશ્યામ પ્લોટ કામનાથ મંદિરેથી 50 થી વધારે ફ્લોટ્સ સાથે ધ્વજારોહણ શોભાયાત્રા નીકળી હતી. જેમાં ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ, આગેવાનો, પંચસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.આ શોભાયાત્રા અબીલ ગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રા ત્રણ ડી.જે. સાથે નાચતા ગાતા હર્ષોલ્લાસ થી ઘનશ્યામ પ્લોટથી, કૃષ્ણનગર, લાઈબ્રેરી, ટાવરચોક થઈ ઝાલેશ્વર મંદિરે વાજતે ગાજતે પહોંચી હતી. જ્યાં બાવન ગજ ની ધ્વજા ચડાવવામાં આવી હતી..વેરાવળ નગરી રામદેવજી મયી બની હતી. આ તકે વિવિઘ સમાજના પટેલો, રાજકીય બિનરાજકીય સંગઠનો, લોહાણા સમાજ, સિંધી સમાજ,ભોઈ સમાજ, મુસ્લિમ સમાજ,અનુ.જાતિ. સમાજ, મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ અધિક્ષક વી.આર.ખેંગારનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી.,સિટી પોલીસ સહિતના સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.