જૂનાગઢ SP હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચે લૂંટનો પર્દાફાશ કર્યો
લૂંટના ફરિયાદી અને તેના ભાઈને ઝડપી 1.90 કરોડ રિકવર કરતી પોલીસ
- Advertisement -
બંને સોની સેલ્સમેને લૂંટનો માલ અમદાવાદ ઘરભેગો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ બાંટવા નજીક રફાળિયા ફાટક પાસે અમદાવાદ કલા ગોલ્ડ પેઢીના બંને સેલ્સમેને 1.5 કરોડ લૂંટનું નાટક રચી અને ફરિયાદી બનીને પોલીસને ઊંધા ચશ્માં પેહરાવાની કોશિશ કરી હતી પણ જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને ક્રાઇમ બ્રાન્ચ સહીતની ટિમ દ્વારા સમગ્ર લૂંટની ઘટનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરીને લૂંટના ફરિયાદી બંને આરોપી અને તેના ભાઈને ઝડપી લેવામાં સફળતા મળી હતી અને લૂંટના નાટકમાં ગયેલ 1.90 કરોડના સોના, ચાંદીના દાગીના સાહિત રોકડ રૂપિયા રિકવર કરવામાં સફળતા મળી હતી.
જૂનાગઢ રેંજ આઇજી પોલીસ મહારિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી ગુન્હો તત્કાલીક ડીટેકટ કરી લૂંટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ તથા મુદ્દામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જે આધારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી બનાવ સ્થળ પર પહોંચી જઇ જિલ્લામાં એન્ટ્રી એકઝીટ પોઇન્સ પર નાકાબંધી કરવામાં આવેલ હતી તેમજ સઘન ચેકીંગ ગોઠવવામા આવેલ તેમજ ફરિયાદીની ફરિયાદ આધારે લૂંટની ગંભીરતા ઘ્યાને લઇ અલગ-અલગ ટીમો બનાવી લૂંટમાં સંડોવાયેલ આરોપીઓને તથા લૂંટમાં તમામ મુદ્દામાલ રીકવર કવરા સુચના કરવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ ડીવીઝનના અધિક્ષક હિતેષ ધાંધલીયા તથા કેશોદના બી.સી.ઠકકર તથા માંગરોળના ડી.વી.કોડીયારત તથા નિકીતા સીરોયા તથા એસઓજી સ્ટાફ, તથા ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તથા બાંટવા આર.એમ.વાળા જિલ્લા સર્વેલન્સ સ્કવોડના અલગ-અલગ સ્ટાફની ટીમો બનાવી જેમાં ફિલ્ડ વર્ક ટીમ, ટેકનિક્લ ટીમએ રીતે અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત લૂંટના બનેલ અનડીટેકટ ગુન્હાને ડીટેકટર કરવા અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા માટે ખાનગી બાતમીદારો મારફતે પ્રયત્નો હાથ ધરેલ હોય અને ખાનગી બાતમીદારો દ્વારા આ બનાવ સંબધી હકિત મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ.
- Advertisement -
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં ફરિયાદીના સંપર્કમાં રહેલ અજાણ્યા વ્યક્તિની મુવમેન્ટ જાણવા મળેલ જેથી આ અજાણ્યા વ્યક્તિની ખાનગી રાહે તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતા આ અજાણી વ્યક્તિ મોહિત જોષી નામની વ્યક્તિ હોય અને અમદાવાદ ખાતે રહેતો હોય. જેથી તાત્કાલીક જે.જે.પટેલ તથા એસ.આઇ.સામત બારૈયા પેરોલ ફર્લો સ્કવોડના સાહિલ સમા ટીમ અમદાવાદ ખાતે રવાના થઇ શકદાર વ્યક્તિ મોહિત જોષીને હસ્તગત કરી મોહિત જોષીની પુછપરછ કરતા પ્રથમ ગલ્લા તલ્લા કરતો હોય અને સાચી હકિકત જણાવતો ન હોય જેની આગવી ઢબે અને કડકાઇથી પુછપરછ કરતા ભાંગી પડેલ અને સાચી હકિત જણાવેલ કે ફરિયાદી યાજ્ઞિક જોષી કે જે પોતાનો સગો ભાઇ હોય અને બંને ભાઇઓ સોના-ચાંદીના દાગીના વેપારસાથે સંકળાયેલા હોય તેમજ અવાર-નવાર યાજ્ઞિક જોષી તથા ધનરાજ કલા ગોલ્ડ કંપનીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જતા હતા. જેથી આ ત્રણેય ઇસમોએ પોતાની આર્થિક જરૂરીયાત સંતોષવા કલા જેલર્સના સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા ઓળવી જવા કાવતરૂ ઘડેલ.
જે કાવતરાના ભાગરૂપે યાણિક તથા મોહિત જોષી અગાઉ દોઢેક મહિના પહેલા બનાવને અંજામ આવા માટે મુદ્દામાલની આપ-લે કરતા માટે માણાવદર નજીક જગ્યા નકકીકરેલ તે પ્રમાણે બનાવ બન્યાના દિવસે અગાઉ નકિક થયા મુજબ મોહિત જોષી પોતાનો રેગ્યુલર ફોન બંધ કરી બીજો ફોન સાથે પોતાની આઇ-ટેન નિયોઝ લઇને નકિક થયેલ જગ્યાએ આવીને ઉભો રહેલ અને સોનાના દાગીના તથા રોકડ રૂપિયા યાજ્ઞિક જોષીએ બેગમાંથી દાગીના બોસમાંથી કાઢી પોટલુ બનાવી સેલો ટેપ વડે પેક કરી મોહિત જોષીને આપી દિધેલ અને પોતાની પાસે સોના-ચાંદીના દાગીનાખાલી બોકસ તથા બેગ રાખી લીધેલઅને બનાવને અંજામ આવપા મોહિ જોષીએ બોટાદ, બગસરા, કેશોદ, માણાવદર આવવા-જવા તંતરીયાળ રૂટ પસંદ કરેલ અને બાદ ફીરયાદી યાજ્ઞિક જોષી તથા ધરાજ ભાડંગેએ બનાવ સાચો લાગે તે પ્રસ્થાપીત કરવા કુતિયાણા ખાતે ભાવેશ જવેલર્સ નામની દુકાને જઇ પોતાની પાસે રહેલ ખાલી બેગ ભાવેશ જવેલર્સના કમેરામાં આવે તે રીતે ફકત દુકાન પાસે લાવી પરત ગાડીમાં મુકી દિધેલ. બાદ બાંટવા નજીક બનાવ વાળી જગ્યાએ ઉભા રહી બાંટવા પાજોરદ રોડ પરગાડી ઉભી રાખી પોતાની રીતે ગાડીના ટાયરમાંથી હવા કાઢી તેમજ સાહેદ ધનરાજ ભાડંગેના પીઠના પાછળના ભાગે કટર વડે ઇજા પહોંચાડી અને ધનરાજએ યાજ્ઞિક જોષીનો શર્ટ ફાડી નાખેલ અને ખાલી બેગ તથા મોબાઇલ ફોન તોડી નાખી તેને રસ્તા પર ફેંકી દીધેલ.
ત્યાર બાદ ખોટી રીતે બુમા બૂમ કરી પોતાને ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા લૂંટી લેવામાં આવેલ છે તેવુ દર્શાવેલ બાદ રાહદારીઓ દ્વારા પોલીસનો સંપર્ક કરાવડાવી અને પોલીસ સ્થળ પર પહોંચી પોલીસને સંપૂર્ણ ખોટી હકિત જણાવી પોલીસને ખોટા માર્ગે દોરી ખોટી ફરિયાદ દાખલ કરાવેલ. આમ આરોપીઓ દ્વારા સોના-ચાંદીનાદાગીના તથા રોકડ રૂપિયા ઓળવી જવા રચેલ કાવતરાનો ઇન્ટેલીજન્સ આધારે પર્દાફાશ કરી ગુન્હામાં થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી તમામ આરોપીઓની અટક કરી લૂંટનો બનાવને ડીકેટર કરવામાં આવેલ અને તમામ આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.