અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સન્માનપત્ર અર્પણ કર્યું
રવિવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ આવાસ અને ક્રાઈમ બ્રાન્ચનાં નવા ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હાથે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ. એ. બી. વોરા, કોન્સ્ટેબલ એભલભાઈ બરાલિયા અને પ્રતાપસિંહ ઝાલાનું મોહનભાઈ કુંડારિયાના હસ્તે સન્માન થયું હતું. તાજેતરમાં જ તેમણે બોગસ સર્ટિફિકેટનું જબરદસ્ત કૌભાંડ પકડી પાડ્યું હતું. તેમનાં પર ઠેરઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.