ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેરમાં ચાલતા સિવિલ કામોના સેમ્પલીંગ લઇ તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.14માં આવેલ ગુરૂકુળ હેડ વર્કસવાળી જગ્યામાં મહાનગરપાલિકાના વિવિધ કામોની વિજીલન્સ ચકાસણી માટે કુલ રૂા. 1.12 કરોડના ખર્ચે આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે. આ અદ્યતન લેબોરેટરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમ કે, સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે, ફર્સ્ટ ફ્લોટ પર ક્વોલિટી કંટ્રોલના સ્ટાફ માટે ઓફીસ તથા ટ્રેનીંગ હોલ બનાવવામાં આવેલ છે. આ સમગ્ર બાંધકામ આશરે 736 ચો.મી.માં કરવામાં આવેલ છે.Concrete Cubes and Paving Block ની Cpmpressive Strength test માટે Cpmpressive test Machine (CTM), રેઈન્ફોર્સમેન્ટ બારના Tensile ટેસ્ટ,Bend Test વગેરે માટે Universal Testing Machine (UTM), ડામરના ટેસ્ટ માટે Bitumen Execrator, Ductility Test Machine, Penetrometer,સેમ્પલ ગરમ રાખવા માટે ઘદયક્ષ, સેમ્પલ ક્યોરીંગ માટે ક્યોરીંગ ટેંક, સીવ એનાલીસીસ માટે Sieve Shaker, Aggregateના, Abrasion Test માટેAbrasion Machineવગેરે મશીનરી ખરીદવામાં આવેલ છે.