ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ભારતીય વૈજ્ઞાનિકોનો દેશ અને વિશ્ર્વના વિકાસમાં પ્રદાન વિશે 500થી વધારે છાત્રોને માર્ગદર્શિત કરતા તજજ્ઞ ડો. અશ્ર્વિની જોશી વિજ્ઞાન ભારતી (વિભા)નું ગુજરાતનું યુનિટ વિજ્ઞાન ગુર્જરી મારફત રાજકોટમાં અને રાજ્યભરમાં ગુજરાત વિજ્ઞાન સંમેલન 2024નું આયોજન કરાયેલ છે જેના ભાગરૂપે વિવિધ વિજ્ઞાનલક્ષી સ્પર્ધાઓ વિજ્ઞાનના વર્કશોપ અને જુદા જુદા ભારતીયતાના અને મોડર્ન વિજ્ઞાનના થીમ ઉપર પરિસંવાદોનું આયોજન રાજ્યભરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ રહ્યું છે, અત્યાર સુધીમાં 40 જેટલા કાર્યક્રમો યોજાયેલ છે અને 10,000થી વધારે છાત્રોને નિ:શુલ્ક તાલીમ આપી છે.આના ભાગરૂપે તાજેતરમાં એસ. વી. વિરાણી હાઇસ્કુલમાં રાષ્ટ્રીય અને વૈશ્ર્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોનું પ્રદાન વિષયક પરિસવાંદનું આયોજન કર્યું હતું. જેના ઉદ્ઘાટન સત્રમાં વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો. હરદેવસિંહ ડોડીયા, જાણીતા અગ્રણી અને એડવોકેટ ડો. પરેશભાઈ ઠાકર, વિજ્ઞાન ગુર્જરીના રાજકોટ એકમના સચિવ પ્રદીપભાઈ જોશી, નેનો સાયન્સ અને એડવાન્સ મટીરીયલ્સ ભવનના પ્રાધ્યાપિકા ડો. અશ્ર્વિનીબેન જોશી અને 500થી વધારે છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ પરિસંવાદમાં ડો. અશ્ર્વિનીબેન જોશીએ ગુજરાતમાં જન્મેલ વૈજ્ઞાનિકો જેવા કે વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી ભાભા, ડોક્ટર વિક્રમ પંડ્યા અંગે વાત કરતાં જણાવેલ કે વિક્રમ સારાભાઈનું યોગદાન અંતરીક્ષ વિજ્ઞાનમાં અત્યંત મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જ ચંદ્રયાન 3 અને આદિત્ય એલ-વનની સફળતાનો સંપૂર્ણ યશ વિક્રમ સારાભાઈની દુરદેંશીથી સ્થાપિત ઈસરોને જાય છે. ડોક્ટર જોશીએ ભારતીય વૈજ્ઞાનિકો વિક્રમ સારાભાઈ, રાધાકૃષ્ણનકુમાર, વિક્રાંત પંડ્યા, અનિલ ગોસ્વામી, સત્યેન્દ્રનાથ બોસ, વિષ્ણુ શાખાડકર, અપારાવ પટેલ, આનંદકુમાર, રાજરામન વિગેરે ભારતીય વૈજ્ઞાનિકોના વૈશ્ર્વિક અને રાષ્ટ્રીય પ્રદાન અંગે શાળાના બાળકોને માર્ગદર્શિત કર્યા હતા.