બેઠકમાં અમેરિકા સાથે વ્યાપારી સંબંધો વધારવા : ભારતીયોને વર્કર વિઝા મેળવવાનું સરળ બનાવવા પર ચર્ચા થશે
ભારત અને અમેરિકાનાં રાજદ્વારીઓ ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બેઠક વોશિંગ્ટનમાં યોજાઈ શકે છે.
ભારત યુએસ સાથે વેપાર સંબંધોને વિસ્તારવા અને તેનાં નાગરિકો માટે વ્યાવસાયિક વિઝા સરળ બનાવવા આતુર છે. સૂત્રોનું કહેવું છે કે, બંને નેતાઓની બેઠકમાં આ બે વિષયો એજન્ડામાં હશે. ટ્રમ્પનાં વ્હાઇટ હાઉસમાં પાછાં ફરવાથી નવી દિલ્હીના અધિકારીઓમાં ભારત પર ટેરિફ લાદવાની ચિંતા વધી છે.
- Advertisement -
ટ્રમ્પે ભારતને એવાં દેશોમાંનો એક ગણાવ્યો છે જેઓ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લાદે છે. તેમણે સંકેત આપ્યો છે કે તેઓ પણ ટેરિફ લાદવાના પક્ષમાં છે. પરંતુ, સૂત્રોએ જણાવ્યું કે ભારત વોશિંગ્ટનને કેટલીક છૂટ આપવા તૈયાર છે. જો કે, યુએસ દ્વારા ટેરિફ લાદવાની કોઈ યોજના વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી. વધુ અમેરિકન રોકાણ આકર્ષવા માટે ભારત પ્રોત્સાહન આપવા પણ તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓને આશા છે કે બંને વચ્ચેની આગામી બેઠક ટ્રમ્પનાં નવાં કાર્યકાળમાં સંબંધોને સકારાત્મક રીતે આગળ વધારવામાં મદદ કરશે.
સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ચર્ચાનાં અન્ય મુદ્દાઓ ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર રહેશે. ઇમિગ્રેશન એ ચર્ચાનું બીજું ક્ષેત્ર હશે, કારણ કે ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે, પરંતુ કહ્યું છે કે તેઓ કુશળ કામદારોના કાનૂની ઇમિગ્રેશન માટે સહમત છે. નવી મોદી-ટ્રમ્પ બેઠકનો પાયો નાખવો એ ભારતીય વિદેશ પ્રધાન સુબ્રહ્મણ્યમ જયશંકરના એજન્ડામાં પણ છે, જેમણે સોમવારે ટ્રમ્પનાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને મળ્યાં હતાં. ભારત, આઇટી પ્રોફેશનલ્સ માટે જાણીતું છે.
જેમાંથી ઘણાં વિશ્વભરમાં કામ કરે છે, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જારી કરાયેલાં કુશળ વર્કર એચ-1બી વિઝાનો મોટો હિસ્સો ધરાવે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે રૂબિયોએ મંગળવારે જયશંકર સાથે “અનિયમિત સ્થળાંતર” સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરી હતી