દરેક સમિતિ- અધિકારીઓને સોંપાયેલી કામગીરી અંગે કલેકટરે સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
- Advertisement -
પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માધવપુર મેળાના સુચારું આયોજન અંગે અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.માધવપુરના લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજન અંગે દરેક અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે કલેકટરે સમીક્ષા કરી ટીમવર્કથી મેળાનું વધુ સુચારું આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.આગામી તા. 17 થી 21 એપ્રિલ સુધી પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહની ઉજવણી પ્રસંગે માધવપુરના મેળા ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
આ ભવ્ય લોક મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ રાજકુમાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, કમિશનર આલોક કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. માધવપુર ખાતે આગામી તારીખ 17 એપ્રિલના સાંજે 5 વાગ્યેથી આ મેળાનો શુભારંભ કરવામાં આવશે. રુકમણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગનું ભવ્ય રિસેપ્શન 21 એપ્રિલને રવિવારના દિવસે સાંજે 4 કલાકે દ્વારકા ખાતે યોજવામાં આવશે. ઉત્તરપૂર્વીય રાજ્યોના વાનગી અને હસ્તકલા સ્ટોલ, રમત ગમત દ્વારા દરિયાકાંઠે વિવિધ રમતો, ગ્રાન્ડ મીડિયા મલ્ટી શો, રેત શિલ્પ પ્રદર્શન, થીમ પેવેલિયન સહિતના રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમમો આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ જમાવશે,આ તમામ તૈયારીઓની સમીક્ષા કરવા અંગે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટરે માધવપુર મેળાની તૈયારીનું નિરીક્ષણ કર્યું
- Advertisement -
માધવપુર નામેળામાં લોકોની સુવિધાને અગ્રતા અપાશે: કલેક્ટર
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળામાં વિવિઘ લોક સુવિઘા અને લોક સગવડતા જળવાય રહે તે માટે આયોજનના સ્થળે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી એ સ્થળ નિરીક્ષણ કરી વધુ સારી રીતે લોક સુવિઘા થાય લોકોને પીવાનું શુદ્ધ પાણી, અવર જવરના રસ્તા, કાર્યક્ર્મના સ્થળે બેઠક વ્યવસ્થા નું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. માધવપુરઘેડ ખાતે બે સંસ્કૃતિ ને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા. 17 થી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા મેળાગ્રાઉન્ડ ખાતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમો રોજ સાંજે યોજવાના છે.તા.17મી એ સાંજે 5 વાગે રાજ્યપાલની ઉપસ્થિતિમા મેળાના કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે. મેળામા પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થશે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. પોરબંદર જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સહિતના અધિકારીઓની ટીમેમેળાગ્રાઉન્ડ ખાતે મુલાકાત કરી હતી. મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોનાઆરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ, પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા ઈલેક્ટ્રીક લાઈટની યોગ્ય વ્યવસ્થા, નિયમિત રીતે સફાઈ અને અખાદ્ય ખોરાકથી મેળામાણવા આવતા લોકોના આરોગ્ય ન જોખમાય તેની ગંભીરતા લેવા વગેરેની તકેદારી રાખવા સૂચનો કરાયા હતા.
ઉપરાંત પૂર્વના રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોનાસ્ટોલની વ્યવસ્થા નિહાળી હતી. દરિયાકિનારે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સ્થળે નિરીક્ષણ કરી જરૂૂરી સુચનો આપ્યા હતા. ભગવાનની જાન પસાર થાય છે તે માર્ગનું નિરીક્ષણ કરવાની સાથોસાથ ચકડોળના સ્થળે પણ નિરિક્ષણકર્યુ હતું. મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમોનું મેળા ગ્રાઉન્ડમાં આયોજન કરવા સૂચના આપાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીનાવિવાહના સ્થળે કોઈ અગવડતા ન પડે તેનું સ્થળ નિરીક્ષણ કરી જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે પ્રાંત અધિકારી સંદીપજાદવ, જિલ્લા આયોજન અઘિકારી અધિકારી જે.સી. ઠાકોર, જિલ્લાના ગ્રામ્ય ડીવાય એસપી સુરજીત મહેડુ સહિત અધિકારીઓ જોડાયા હતા.