જિલ્લા SOG ટીમે શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ એચ.જે.ભટ્ટ, પી.એસ.આઇ એન. એ.રાયમા, રવિરાજસિહ ખાચર સહિતનાઓ થાનગઢ વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ખાખરાળી ચોકડી પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમીના આધારે એસ. ઓ.જી ટીમે વિચ ગોઠવી એક શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો
- Advertisement -
જેમાં શખ્સની પ્રાથમિક પૂછપરછમાં પોતે સમીર ઝાકીરભાઈ સૈયદ રહે: થાનગઢ વાળો હોવાનું જણાવી અંગ ઝડતી દરમિયાન શખ્સ પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ કિંમત 15,000/- રૂપિયાની મળી આવતા શખ્સ પાસે હથિયારોનું કોઈ લાયસન્સ નહિ હોવાનું જણાવતા થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.