કડવા પાટીદાર સમાજના કામ માટે એક જ હાકલે હાજર થઇ જઇશ: ધારાસભ્ય પાડલીયા
ખાસ-ખબર સંવાદદાતા
પટેલ સેવા સમાજ-પટેલ પ્રગતિ મંડળ અને ઉમિયા માતાજી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પટેલ સેવા સમાજ સંચાલિત ફિલ્ડમાર્શલ-ગોવાણી ક્ધયા છાત્રાલયમાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ યોજાયેલા પારિવારિક કાર્યક્રમમાં પટેલ સેવા સમાજ તેમજ તેમની ભગિની સંસ્થા પટેલ પ્રગતિ મંડળ તથા ઉમિયા માતાજી સંસ્થાના(ઉમિયાધામ-રાજકોટ) દ્વારા મહેન્દ્રભાઇ પાડલીયાને સન્માનિત કરાયા હતા. સન્માનનો પ્રત્યુત્તર વાળતા તેમણે કહ્યું હતું કે, આજે હું ધારાસભ્ય તરીકે નહિં પણ સમાજના દીકરા તરીકે સમાજ વચ્ચે ઉપસ્થિત થયો છું.
કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાલયની 600થી વધુ દીકરીઓને શિક્ષણ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ તેમણે પોતાના પ્રવચનમાં પ્રોત્સાહિત કરી હતી. એટલું જ નહી સફળતા તરફ દોરી જતા પાંચ સૂત્રો પણ છાત્રાઓને કંઠસ્થ કરાવ્યા હતા. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી તથા પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા, ઉપપ્રમુખ નંદલાલભાઇ માંડવિયાનું ધારાસભ્યએ સન્માન કરી શક્તિની ભક્તિને વિકાસનું માધ્યમ બનાવવાની સંસ્થાની દૂરંદેશી બિરદાવી હતી. ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયેલા વલ્લભભાઇ કટારીયા, વિઠ્ઠલભાઇ ઝાલાવડિયા, અશોકભાઇ કાલાવડીયા, શૈલેશભાઇ દેસાઇનું ઇલાબેન માંડવિયા, કિનાબેન પટેલનું ધારાસભ્ય પાડલીયા, અરવિંદભાઇ કણસાગરા તથા નંદલાલભાઇએ સન્માન
કર્યું હતું.