શસ્ત્ર પૂજન, વિશ્ર્વ શાંતિ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઉપલા દાતાર જગ્યા ખાતે આજે વિજયાદશમી નિમિતે મહંત ભીમબાપુ હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું તેની સાથે જગ્યામાં હવન આયોજન સાથે ઉપલા દાતાર પર્વત ઉપર આવેલ નવનાથ સિદ્ધ ચૌર્યાસી જગ્યા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ સાથે બીડું હોમવામાં આવ્યું હતું અને દશેરા પ્રસંગે દાતાર ભક્તો બોહળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ અને શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા જયારે આ પ્રસંગે દાતાર મહંત ભીમબાપુ દ્વારા દાતાર બાપુના દર્શને આવતા ભાવિકો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેહલી સવારથી ભાવિકો ઉમટી પડયા હતા અને વિજયાદશમી નિમિતે ઉપલા દાતાર જગ્યા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.