ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના એક ગામાં રહેતી 17 વર્ષ અને 7 માસની તરૂણીને વેળવા ગામના અનીત વિનોદ પરમારે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તરૂણીને મારી નાખવાની અને બદનામ કરવા ધમકી આપી પોતેને ત્યાં મળવા બોલાવી આવર-નવાર દુષ્કર્મ આચર્યુ હતુ.
છેલ્લા અઢી વર્ષની અનીત પરમાર તરૂણીનું જાતીય શોષણ કરતો હતો. આખેર તરૂણીએ પરિવારને વાત કરતા સૌ ચોંકી .ઠયા હતા. આ અંગે તરૂણીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અનીત પરમાર સામે પોકસો સહિતની કમલો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદર પંથકની તરૂણી પર અઢી વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ
