મનપા તંત્રએ 943 ઘરોની ચકાસણી કરી, એકની મોટર જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ડ્રાઇવ કમિશનરે શરૂ કરાવી છે ત્યારે જુના અને નવા રાજકોટના પોશ સહિતના એરીયામાંથી ઇલેક્ટ્રિક મોટર સહિત પાણી ચોરી પકડાઇ છે. જેમાં આજે રોજ 943 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 10 કિસ્સાઓ મળ્યા હતા. જેમાં 6 આસામીઓને નોટીસ અને 1 આસામીઓની ઈલેક્ટ્રીક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 16500ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2000/-ની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ આસામી ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250/-નો દંડ વસુલ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 03 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા અને 01 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 6,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.