ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા મહે.અધિક પો.કમી.સા.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક શ્રી પૂજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા સા.નાઓની સૂચનાથી મહિલા વિભાગ શી ટીમ ઇન્ચાર્જ દક્ષાબેન તેમજ સાથેના કિરણબેન, રોજિબાનુ તેમજ હંસાબેનનાઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાત્રિના 21:15 વાગ્યે કંટ્રોલ કોલ આવતા જણાવેલ કે કુવાડવા રોડ પર એક માજી પડી ગયેલ છે રૂબરૂ મળી મદદ કરવા જણાવેલ
- Advertisement -
ત્યાં પહોંચી માજી ને મળતા જણાવેલ કે તેઓ રસ્તા પર ચાલતા ચાલતા પડી ગયેલ છે. તેમને જોતા પ્રથમ પ્રાથમિક સારવાર ની જરૂર જણાતા મહિલા વિભાગ શી ટીમમાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જઈ તેમની પ્રાથમિક સારવાર કરાવી તેમના પુત્રોનો સંપર્ક કરી તેમના પુત્રોને હોસ્પિટલ બોલાવી તેમને સોંપી મદદ કરેલ હતી.