ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિતે પત્રકારો સાથે એડવાન્સમાં શુભેચ્છા સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા સહીત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત પત્રકરોને દિવાળી અને નૂતન વર્ષની શુભ કામના પાઠવી હતી અને કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.