ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાના દરિયા કિનારા પરથી મૃત કાચબો મળી આવ્યો હતો જયારે દરિયાના પાણી માંથી મહાકાય કાચબો મૃત હાલતમાં કિનારા પરથી મળી આવતા માછીમારો દ્વારા વન વિભાગને જાણ કરી હતી આ કાચબો દરિયાઈ લીલો કાચબો તરીકે વિશ્વનો સૌથી બીજા નંબરનો મોટો કાચબો ગણાય છે અને મહાકાય કાચબાનું વજન 200 કિલો કરતા વધુ અને લંબાઈ 4 ફુટ કરતા પણ વધુ હોવાનુ અનુમાન છે કાચબો દરિયા કિનારે મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દ્વારા કાચબાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.