ફેબ્રુઆરી મહિનામાં મામલતદાર અને પુરવઠા વિભાગે જથ્થો સીઝ કર્યો હતો
સાણથલીના શખ્સ સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આટકોટમાં આઠ માસ પૂર્વે 4000 લીટર બાયોડીઝલ ઝડપાયાના કેસમાં એફએસએલ રિપોર્ટ આધારે સાણથલીના શખ્સ સામે મામલતદારએ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે મામલતદાર અને પુરવઠા વિભાગે દરોડો પાડી જથ્થો સીઝ કર્યો હતો.
- Advertisement -
મામલતદાર મહેશકુમાર ધીરજલાલ દવેએ આટકોટ પોલીસ સ્ટેશનમાં સાણથલીના અરવિંદ મનુ ધડુક ઉં.57 સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.29/2/2024 ના રોજ ક.આટકોટની ગોંડલ ચોકડી પાસે, બી.પી.સી.એલ. કંપનીના પેટ્રોલ પંપની સામે ખુલ્લા પ્લોટમાં મામલતદાર અને પુરવઠાની ટીમે દરોડો પાડી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીનો જથ્થો સીઝ કર્યો હતો. જેના સેમ્પલ એફએસએલમાં મોકલતા આ પ્રવાહી બાયોડીઝલ હોવાનો રિપોર્ટ આવતા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-3,7 તથા પેટ્રોલીયમ એકટ 1934 ની ક.23(1)એ,(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીએ ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણના બીલ આધાર વગર તેમજ એકસપ્લોઝીવ લાઇસન્સ વગર તથા ફાયર એકસ્ટીગ્યુસર લગાવ્યા વગર કે અન્ય કોઇ અગ્નિશામક સાધનોની વ્યવસ્થા વગર તેમજ ગુજરાત રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું એપ્રુવલ મેળવ્યું નહોતું ભેળસેળયુકત પેટ્રોલીયમ પદાર્થને પરીવહન હેતુ માટે તેમજ અનઅધિકૃત રીતે વેચાણ કરવાના ઉદેશથી ખુલ્લા પ્લોટમાં એક નોઝલ સાથે જોડાયેલ ડિસ્પેચીંગ યુનિટ ઈન્સ્ટોલ કરી જેના પર રાજબાયો ડિઝલનુ લેબલ પ્રદર્શિત કરી આ ખુલ્લા પ્લોટમા એક અંન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક વડે બાયોડીઝલના ભળતા નામે અન્ય કોઇ પેટ્રોલીયમ પ્રોડકટની ભેળસેળ કરી હતી. જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી બાયોડીઝલ 4,000 લીટર જેની કિમત રૂ.2,88,000 થાય છે તે કબ્જે કરાયું છે પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.



