એન. એચ. શુક્લ કોલેજના એક કર્મચારી સામે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ઓકટોબર મહિનામાં લેવામાં આવેલી ઇઇઅ અને ઇઈઘખની પેપર ફૂટ્યું હતું. જે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા એન. એચ. શુક્લ કોલેજના એક કર્મચારી સામે ફરિયાદ કરવામાં આવી છે. જેને લઇ હવે પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે. જો.કે હજુ જુનીયર ક્લાર્કનું પેપર લીક થવાનો મામલો શાંત થયો નથી ત્યાં વધુ એક ફરિયાદ પેપર લીક મામલે થતા વિદ્યાર્થીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા સમય અગાઉ પેપર ફૂટ્યા હોવાની ઘટના બની હતી. ઇઇઅ અને ઇઈઘખનું પેપર લીક થયું હતું. જે મામલે 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે એન. એચ. શુક્લ કોલેજના એક કર્મચારી સામે હાલ ઋઈંછ નોંધવામાં આવી છે. આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી છે. ગત ઓકટોબર મહિનામાં આ પેપર લીક થયું હતું. ઓક્ટોબરમાં પેપર ફૂટ્યા બાદ હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરંતુ હવે આખરે 111 દિવસ પેપર લીક મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી હતી.
- Advertisement -
BBA અને BComના પેપર થયા હતા લીક
સમગ્ર કેસ મામલે વાત કરીએ તો રાજકોટમાં થોડા સમય અગાઉ BBA અને BComના પેપર લીક થયા હોવાની ઘટના બની હતી. જે મામલે યુનિવર્સિટીના રજીસ્ટ્રારે 111 દિવસ બાદ પોલીસમાં પેપર ફૂટ્યા હોવાની ફરિયાદ નોંધવી છે. એચ. એન. શુક્લ કોલેજના એક કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઓકટોબર માસથી અત્યાર સુધીમાં આ અંગે તપાસ ચાલતી હતી. જોકે ફરિયાદ નોંધવામાં આવતા જ પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે.