ગુજરાત ઞઈઈ બિલના વિવાહથી વારસા સુધીના નિયમો
યુનિફોર્મ સિવિલ કોડ બિલ 25 માર્ચે ગૃહમાં રજૂ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (ઞઈઈ) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે. ઞઈઈ બિલ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ બિલ 25 માર્ચે ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઞઈઈના આ ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે. ઞઈઈના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય.
લિવ-ઇન રિલેશનશિપ માટે ઞઈઈના નિયમ
- Advertisement -
લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પાર્ટનર ગુજરાતના રહેવાસીઓ હોય કે ન હોય, રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવું ફરજિયાત રહેશે.
બે વ્યક્તિઓ વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર (નોંધણી) જોઇશે નહીં.
રાજ્યના પ્રદેશની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈપણ રહેવાસી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે.
લિવ-ઇન રિલેશનશિપનું કોઈપણ બાળક, દંપતીનું કાયદેસર બાળક ગણાશે, પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિ(વ્યક્તિઓ)ને પ્રતિબંધો પર લાગુ પડશે નહીં.
સર્વ માટે સમાન કાયદા તરફ સરકારનો સંકલ્પ: જીતુ વાઘાણી
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ યુનિફોર્મ સિવિલ કોડ (ઞઈઈ) બિલ અંગે જણાવ્યું હતું કે, ગૃહમાં ઞઈઈ લાવવા અંગેનો નિર્ણય લેવાયો છે અને હવે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ બજેટ સત્રમાં ફાળવેલા સમયમાં પક્ષ અને પ્રતિપક્ષ બંને પોતાના પક્ષ રજૂ કરી શકશે.
ઞઈઈ માટે 5 સભ્યની કમિટી
અધ્યક્ષ : રંજના દેસાઇ
સભ્ય : દક્ષેશ ઠાકર
સભ્ય : ગીતાબેન શ્રોફ
સભ્ય : આર.સી.કોડેકર
સભ્ય : સી.એલ.મીણા



