By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    11 hours ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    12 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    13 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    14 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    11 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    11 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    11 hours ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    11 hours ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    12 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    5 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    5 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    13 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    6 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક મોકો કેજરીવાલને?: અલ્યા ભૈ, ઝેરનાં પારખાં ન હોય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એક મોકો કેજરીવાલને?: અલ્યા ભૈ, ઝેરનાં પારખાં ન હોય
Authorખાસ-ખબરગુજરાત

એક મોકો કેજરીવાલને?: અલ્યા ભૈ, ઝેરનાં પારખાં ન હોય

Khaskhabar Editor
Last updated: 2022/11/29 at 4:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
19 Min Read
SHARE

લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)

- Advertisement -

આમ આદમી પાર્ટીના નૌટંકીબાજ, નફ્ફટ અને નિર્વસ્ત્ર નેતા અરવિંદ કેજરીવાલે સુરતમાં એક કાગળ પર લખી આપ્યું અને નીચે પોતાની સહી કરી. શું લખી આપ્યું? ‘આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભામાં 92 બેઠકો મળશે.’
લો કર લો બાત!

‘આપ’ના 92 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શકે તો ઘણું. કેજરીવાલને, ઈટાલિયાને, ઈસુદાનને અને આ લોકોએ ભાડે રાખેલા પ્રિન્ટ-ડિજિટલ-ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોને- સૌ કોઈને ખબર છે કે 8મી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીની અગાઉ ગુજરાતમાં હતી એના કરતાં વધુ બેઠકો આવવાની છે- 130થી વધુ, 140 સુધી પહોંચે તો નવાઈ નહીં અને કોંગ્રેસ-આપ વચ્ચે જે રીતે આપસની સાઠમારી થઈ રહી છે તે જોતાં ભાજપનો આંકડો 150ની નજીક પહોંચી જાય તો નવાઈ નહીં.

ખેડૂત આંદોલનના નામે ખાલિસ્તાનવાદીઓએ જે ચળવળ ચલાવી તેને પણ કેજરીવાલ અને એમના ગેંગસ્ટરોનો સક્રિય સાથ હતો

- Advertisement -

આવા કેજરીવાલને ગુજરાતમાં એક મોકો આપવો જોઈએ? ગુજરાતને શું તમારે એક જમાનાના બિહાર જેવું પછાત બનાવવું છે? શું તમારે અગાઉના યુપી જેવું ગુંડારાજ ગુજરાતમાં લાવવું છે?

આમ છતાં ‘આપ’ના પાળીતાઓ કેજરીવાલે સહી કરીને દાવો કરેલા કાગળને પથ્થરની લકીર ગણીને એનો પબ્લિસિટી કરવામાં દિવસ-રાત એક કરે છે. આ રાષ્ટ્ર વિરોધી મીડિયા જાણે છે કે આઠમી ડિસેમ્બરે સાંજ સુધીમાં પુરવાર થઈ જશે કે એમનું રિપોર્ટિંગ કેટલું એકપક્ષી હતું, એમનું રાજકીય વિશ્ર્લેષણ સાવ બાલિશ હતું છતાં તેઓ ઉછળી-ઉછળીને ગુજરાતના મતદારોને ભરમાવી રહ્યા છે. શું કામ? સબ પૈસે કા ખેલ હૈ, બાબુભૈયા.
યાદ છે, અગાઉ જ્યારે જ્યારે કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતી ત્યારે આ બિકાઉ, મોદીદ્વેષી અને રાષ્ટ્રવિરોધી મીડિયાવાળા શું કહેતા? ‘આ ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ છે. આનાં પરિણામો નક્કી કરશે કે નેકસ્ટ લોકસભા ચૂંટણી પછી ભાજપ સત્તા પર રહેશે કે નહીં.’
વિધાનસભાની ચૂંટણીની વાત તો બાજુએ રહી, કોઈ બે-ચાર બેઠકો પર પેટાચૂંટણી હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણી હોય તો પણ લિટમસ ટેસ્ટવાળું રાજકીય વિશ્ર્લેષણ બાલિશ એનેલિસ્ટો કરતા. આ વખતે ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ત્યારથી કોઈ બચ્ચું લિટમસ ટેસ્ટવાળી વાત બોલતું નથી. શું કામ? દરેકને ખબર છે કે ભાજપની જીત નિશ્ર્ચિત છે. એટલે હવે તેઓ મતદારોને મતદાન કરવાનો ઉત્સાહ ન રહે એ માટે શું કહે છે? ‘આ વખતની ચૂંટણીમાં ગરમારો નથી’, ‘પાંચ દસ ટકા મતવિસ્તારો સિવાય સમગ્ર ગુજરાતમાં ક્યાંય ચૂંટણીનો માહોલ જ નથી.’ જ્યાં બીજેપી સ્ટ્રોંગ હોય ત્યાં આ ‘ગરમારો’ ‘માહોલ’વાળુ તૂત વધારે જોરથી ચલાવવામાં આવે છે.
દિલ્હીમાં શાહીનબાગના કરનારા મુસ્લિમોને પ્રોત્સાહન આપનાર, એમને સગવડો આપીને અડધા દિલ્હીને અઠવાડિયાઓ સુધી હેરાન-પરેશાન કરનાર કેજરીવાલ અને એમના ગેંગસ્ટરો હતા તે પુરવાર થઈ ચૂક્યું છે. દિલ્હીમાં હિન્દુઓ વિરૂદ્ધ થયેલાં કોમી રમખાણો શરૂ કરાવનારા અને એમાં સક્રિય ભાગ લેનારા કેજરીવાલના ગેંગસ્ટરો હતા તે પણ પુરવાર થઈ ચૂક્યું છે, એ વિશેનો દસ્તાવેજી પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ખેડૂત આંદોલનના નામે ખાલિસ્તાનવાદીઓએ જે ચળવળ ચલાવી તેને પણ કેજરીવાલ અને એમના ગેંગસ્ટરોનો સક્રિય સાથ હતો.
આવા કેજરીવાલને ગુજરાતમાં એક મોકો આપવો જોઈએ? ગુજરાતને શું તમારે એક જમાનાના બિહાર જેવું પછાત બનાવવું છે? શું તમારે અગાઉના યુપી જેવું ગુંડારાજ ગુજરાતમાં લાવવું છે?
ગુજરાતમાં કેટલેક ઠેકાણે અને સૌરાષ્ટ્રના અમુક મત વિસ્તારોમાં એવી હવા બાંધવામાં આવી છે કે ઉમેદવાર જે પાર્ટીનો હોય તે, આપણી જ્ઞાતિનો હોય એને જ વોટ આપવાનો.
પર્સનલી જ્ઞાતિપ્રથાનો હું બિલકુલ વિરોધી નથી કારણ કે દરેકે દરેક જ્ઞાતિ સમગ્ર સમાજનો એક અગત્યનો હિસ્સો છે. જ્ઞાતિના વિકાસથી જ સમાજનો વિકાસ થશે અને સમાજના વિકાસથી દેશનો વિકાસ થશે. પોતાની જ્ઞાતિ માટે, પોતાના જ્ઞાતિજનો માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે.
વિધાનસભા (કે પછી લોકસભા)ની ચૂંટણીઓનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી દેશ સર્વોપરિ છે. દેશ સલામત હશે, દેશ જો વિદેશી આક્રમણખોરોથી સુરક્ષિત હશે, દેશ જો આંતરિક ભાંગફોડિયાઓથી બચેલો હશે તો જ સમાજ સુરક્ષિત રહેશે અને તો જ જ્ઞાતિઓ સુરક્ષિત રહેશે.
દેશને વેચવા બેઠેલા, ખાલિસ્તાનીઓનું ફંડિંગ લઈને પોતાની તિજોરી ભરી દેશને કમજોર કરવાની હરકતો કરનારા જેમના આકા છે એવા ઉમેદવારો આપણી જ્ઞાતિના હોય એટલે શું ઝાડુ કે પંજા પર જઈને બટન દબાવી આવવાનું? તેઓ જો ચૂંટાશે તો એ જેમની કઠપૂતળીઓ છે એવા કેજરીવાલો, એવા રાહુલોના હાથ મજબૂત થશે. આ એ નેતાઓ છે જેમણે આતંકવાદને ઉછેરવામાં મદદ કરી છે, ખોટી અર્થનીતિઓ દ્વારા દેશને- રાજયને પછાત રાખ્યાં છે, સમાજનું વાતાવરણ સતત ડહોળાયેલું રહે એ રીતે હિન્દુ-મુસ્લિમોને આપસમાં લડાવીને પોતાની વોટબેન્કો ઊભી કરી છે.
મારો સગો ભાઈ પણ જો આપ-કોંગ્રેસની ટિકિટ પર ઊભો હોય તો પણ મારે આ દેશમાં ખાલિસ્તાનીઓના ભાગલા નથી જોઈતા, રોહિંગ્યાઓની ઘૂસણખોરી નથી જોઈતી, મેં ભરેલા ટેક્સનો એક રૂપિયાના જેના માટે છે તેના સુધી પહોંચતામાં 15 પૈસા થઈ જતા હોય એવો ભ્રષ્ટાચાર નથી જોઈતો. મારા ભાઈ માટે, મારા કુટુંબ માટે, મારા દરેકે-દરેક જ્ઞાતિજન માટે મને અપાર પ્રેમ છે, આદર છે. એમને ત્યાં લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગ હશે ત્યારે હું ખભા પર નેપકીન નાખીને હાથમાં કમંડળ લઈને ઉઘાડા પગે નાતના જમણમાં દાળ પીરસીશ. એમની દીકરીના લગ્નપ્રસંગે મારી સગી દીકરી પરણતી હોય એવા જ ઉમંગ સાથે ખડે પગે ઊભા રહીને મારા અંગત સંબંધોને સાચવીશ, ઉજાળીશ.

શું વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ માત્ર સ્થાનિક સમસ્યાઓના ઉકેલ પૂરતું જ હોય છે? ના. દિલ્હીમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના ભારત માટે જે-જે અમુક કામો કરવા ધારે છે તે કામ કરવાં માટે મોદીને માત્ર લોકસભામાં ચૂંટાયેલા ભાજપના સંસદસભ્યોની જ જરૂર નથી એમને રાજ્યસભામાં પણ પ્રચંડ બહુમતીની જરૂર હોય છે અને ભાજપનો પ્રત્યેક વિધાનસભ્ય રાજ્યસભામાં ભાજપની બહુમતી આગળ વધારી આપતો હોય છે

પણ દેશમાં ચૂંટણી આવે છે ત્યારે તે અંગત સંબંધો સાચવવા માટે નથી આવતી. પર્સનલી કોઈએ મારા પર ગમે એટલો મોટો ઉપકાર કર્યો હોય, મારાં અંગત કામોને પાર પાડવામાં રસ લીધો હોય પણ એ ઋણ મારે પર્સનલી ઘસાઈને જ વાળવાનું હોય, દેશને વેચીને કે દેશના હિતને જોખમાવીને મારાથી મારી અંગત લાગણીઓના હિસાબકિતાબ ન થાય.
ભાજપનો ઉમેદવાર મારી જ્ઞાતિનો નહીં હોય, કે ઈવન મારો સગો દુશ્મન પણ હશે તો ય મને ખબર છે કે એની ચોટલી અલ્ટીમેટલી જેના હાથમાં છે તે મોદીમાં પાકિસ્તાનની અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવાની હિંમત છે, તાકાત છે. મોદીને છોડીને જો તમારી પસંદગી એ વ્યક્તિ હોય જેણે આ એર સ્ટ્રાઈક તો બોગસ છે, પુરાવા ક્યાં છે- એવું કહ્યું હોય તો તમારે ફરી એકવાર તમારી પસંદગી વિશે વિચાર કરવો જોઈએ એવું મારું નમ્ર મંતવ્ય છે.
ગઈકાલનો લેખ જે પ્રશ્ર્નથી પૂરો કરેલો એનો જવાબ આપવાની કોશિશ કરું. શું વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ માત્ર સ્થાનિક સમસ્યાઓના ઉકેલ પૂરતું જ હોય છે? ના. દિલ્હીમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના ભારત માટે જે-જે અમુક કામો કરવા ધારે છે તે કામ કરવાં માટે મોદીને માત્ર લોકસભામાં ચૂંટાયેલા ભાજપના સંસદસભ્યોની જ જરૂર નથી એમને રાજ્યસભામાં પણ પ્રચંડ બહુમતીની જરૂર હોય છે અને ભાજપનો પ્રત્યેક વિધાનસભ્ય રાજ્યસભામાં ભાજપની બહુમતી આગળ વધારી આપતો હોય છે.
દેશ માટે મોદીએ દિલ્હીમાં રહીને, લોકસભા અને રાજ્યસભાની મદદથી ઘણાં મોટાં કામો કરવાનાં છે, યુનિફોર્મ સિવિલ કોડ લાવીને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌ કોઈને એકસમાન નાગરિકી અધિકાર હોય એવું સમાનતાભર્યું વાતાવરણ દેશમાં સર્જવું છે. કેજરીવાલ મૌલાનાઓને પગાર આપશે, પુજારીઓને નહીં. મોદી ન્યાયતંત્રમાં સૌને એકસરખો ચાન્સ મળે, ન્યાયાધીશ બનવાનો, તે માટે હાલની પક્ષપાતભરી કોલેજિયમ સિસ્ટમ પર અંકુશ લઈ આપશે- જો લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ પ્રચંડ બહુમતી હશે તો. કોંગ્રેસને આ વાત નહીં પચે- એને તો અડધી રાત્રે બે વાગ્યે અફઝલ ગુરુ જેવા આતંકવાદીને ફાંસીથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ઉઘાડે એવા ન્યાયાધીશો ખપતા હોય છે. મોદી જનધન યોજના લાવીને, આધારકાર્ડ લાવીને મોબાઈલની ટેકનોલોજીથી ભ્રષ્ટાચાર દૂર કરીને દિલ્હીથી નીકળતા સહાયના એક રૂપિયાના પૂરેપૂરા સો પૈસા હક્કદારના બેન્ક ખાતામાં જમા કરાવે છે. આપ-કોંગ્રેસ માટે દેશમાં ભ્રષ્ટાચાર દૂર થઈ જાય તે પરિસ્થિતિ જ અસહ્ય છે કારણ કે આપ-કોંગ્રેસનો એજન્ડા જ દેશને લૂંટીને પોતાની-પોતાના મળતિયાઓની તિજોરીઓ ભરવાનો છે.

મોદીએ 9 કરોડ કરતાં વધારે બેનામી ગરીબોને, 4 કરોડ કરતાં વધારે ગેસની સબસિડી લેનારા છદ્મ નામોને અને 4 કરોડ કરતાં વધારે ભૂતિયાં રેશનકાર્ડ ધારકોને ટેકનોલોજીની મદદથી ઓળખીને, દૂર કરીને દેશમાં દાયકાઓથી ચાલ્યો આવતો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવ્યો છે

મોદીએ 9 કરોડ કરતાં વધારે બેનામી ગરીબોને, 4 કરોડ કરતાં વધારે ગેસની સબસીડી લેનારા છદ્મ નામોને અને 4 કરોડ કરતાં વધારે ભૂતિયાં રેશનકાર્ડ ધારકોને ટેકનોલોજીની મદદથી ઓળખીને, દૂર કરીને દેશમાં દાયકાઓથી ચાલ્યો આવતો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવ્યો છે.
આ અબજો રૂપિયા શું કોંગ્રેસના ગાંધીઓની જેમ મોદીના સ્વિસ બેન્કના ખાતામાં જમા થયા છે? ના. આ અબજો રૂપિયાથી દેશમાં નવા રસ્તા, નવા પુલ, નવા સ્ટેશનો, નવી રેલવે લાઈનો બંધાઈ રહ્યાં છે. ભ્રષ્ટાચાર રોકીને એ પૈસાને મોદીએ ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ સહિતની અગણિત સુવિધાઓ સ્થાપવામાં વાપર્યા છે. કોંગ્રેસના જમાનામાં વિજય માલ્યા જેવા દારૂના ઉત્પાદકો અને નીરવ મોદી- મેહુલ ચોકસી જેવા કૌભાંડીઓ બેન્કોના અબજો રૂપિયા ચાઉં કરી ગયા. મોદીના રાજમાં બેન્કોના પૈસાનો આવો છડેચોક થતો દુરુપયોગ અટક્યો છે. બેન્કો હવે સ્વનિધિ યોજના હેઠળ, સખીમંડળ અને મુદ્રા યોજના હેઠળ 10 હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનું ધીરાણ વગર કોઈ જામીનગીરીએ ગરીબ-મધ્યમ વર્ગને કરે છે અને એમાંથી 97 ટકા કરતાં વધુ રકમ બેન્કને પાછી મળે છે. કોંગ્રેસના રાજમાં ગરીબોના નામે ધનપતિઓને ધીરાણ કરવામાં આવતું અને એમાંથી માંડ 50 ટકા રકમ પાછી આવતી.
જ્ઞાતિનો ઉમેદવાર હોય કે જેની સાથે વેરઝેર હોય એવો ઉમેદવાર હોય- અંગત ફાયદા-ગેરફાયદાને ભૂલીને, એક વખત દેશનું હિત ધ્યાનમાં રાખીને જ્યારે કમળના બટન પર આંગળી મૂકાય છે ત્યારે એ એક મતથી મોદીનો હાથ મજબૂત થાય છે- એ એક મત આપીને આપણે પણ જાણે આ દેશના મેનેજમેન્ટમાં સક્રિય ભાગ લઈ રહ્યા હોઈએ એવી ભાવના જાગે છે. ઝાડુને વોટ આપવાથી કે પંજાને વોટ આપવાથી એ વોટ વેડફાઈ જાય છે, હાથમાં આવેલી સુવર્ણ તક સરી જાય છે.
કોઈ તમને કહેતું હોય કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, ગરીબીએ માઝા મૂકી છે ત્યારે તમે એમને નીચે લખેલી આ વાતો પહોંચાડજો:
1. ટુજી સ્કેમ કોંગ્રેસમાં થતા, સંરક્ષણનાં સાધનોની ખરીદીમાં બોફોર્સકાંડ જેવા અગણિત કૌભાંડો કોંગ્રેસના રાજમાં થતા, 2014 પછી ફાઈવ-જી સુધી પહોંચી ગયા, દેશમાં ડીફેન્સ ઈક્વિપમેન્ટ્સ બનવા માંડ્યા- ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ થયો? કોંગ્રેસવાળા તો વીરગતિ પામેલા સૈનિકોના કોફિનની ખરીદીમાં, સૈનિકોના બુલેટ પ્રુફ જેકેટોની ગુણવત્તા સાથે સમાધાન કરીને કરેલી ખરીદીમાં અને માઈનસ 40 ડીગ્રીએ ઊભા રહીને દેશની સુરક્ષા કરતાં જવાનોના બૂટની ખરીદીમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરતા જેના પુરાવાઓ સૌની સામે મોજૂદ છે. ‘આપવાળાઓએ દિલ્હીમાં શાળાઓ બાંધવા, મહોલ્લા ક્લિનિક અને દારૂની દુકાનો ખોલવા જે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તે બદલ સત્યેન્દ્ર જૈન જેવા કેજરીવાલના ગોઠિયાઓ અને અન્યો જેલમાં છે તેમ જ બીજાઓ પર આરોપપત્ર દાખલ થઈ ચૂક્યા છે. કમળને બદલે ઝાડુ કે પંજાને વોટ આપવાથી ભ્રષ્ટાચાર ઘટશે કે વધશે? તમે જ નક્કી કરો.
આજકાલ પૈસા વગર સરકારમાં એક પણ કામ નથી થતું એવી ફરિયાદો કરનારા અને સાંભળનારા ઘણા છે. પણ જો એમને પૂછવામાં આવે કે એક ચોક્કસ દાખલો તો આપો.

શિક્ષણ ખાડે ગયું છે. દિલ્હીમાં કેજરીવાલે શિક્ષણનું સ્તર સુધાર્યું છે એવા પરપોટા મીડિયાએ ‘આપ’ની કરોડ રૂપિયાની જાહેરખબરો લઈને આપણા સુધી બહુ પહોંચાડ્યા: એક કરતાં વધુ છઝઈં દ્વારા આ પરપોટા ફૂટી ગયા છે: કેજરીવાલના અન્ય બણગાંઓની જેમ આ દાવા પણ જુઠ્ઠા પુરવાર થયા છે: ગુજરાતમાં શિક્ષણનું સ્તર, સરકારી સ્કૂલોનું પણ, અન્ય રાજ્યો કરતાં ઘણું સારું છે

1.ક્યુ કામ પૈસા વિના ન થયું, જે કામ ગેરકાનૂની હતું તે કામ ન થયું. જે કામ કરવા માટે પૂરતાં કાગળિયાં નહોતાં તે કામ ન થયું. કોંગ્રેસે બ્રિટિશ હકૂમતની સરકારી બાબુઓની નાગચૂડ ચાલુ રાખીને પબ્લિકની હેરાનગતિ ઓર વધારી મૂકી હતી. મોદીએ ગઈ કાલની (28 ને સોમવારની) રાજકોટની જાહેરસભામાં કહ્યું એમ 2014 પછી સરકારી તંત્રમાંથી 40,000 કમ્પલાયન્સીસ દૂર થયા છે. આમાંની કોઈક ને કોઈક આવશ્યકતાઓ સરકારી પરવાનગી લેવા માટે પૂરી કરવી પડતી અને એને કારણે વિલંબ થતો, સરકારી કર્મચારીઓ માટે ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ મોકળો થતો. મોદી સરકારે હજારો નાના-મોટા બિનજરૂરી નીતિનિયમો- કાયદાઓ દૂર કરીને સામાન્ય પ્રજાની હાલાકી દૂર કરી અને ભ્રષ્ટાચાર કરવાનો અવકાશ તંત્રમાંથી દૂર કર્યો.

2. મોંઘવારીએ માઝા મૂકી છે? દસ વર્ષ પહેલાંના દાળ-ચોખા-દૂધ શાકભાજીના ભાવની સરખામણી આજના ભાવો સાથે કરતી વખતે શા માટે આપણે દસ વર્ષ પહેલાંની આપણી આવકની સરખામણી આજની આવક સાથે કરતાં નથી? અગાઉ જે લોકો મોબાઈલ, ટીવી, કપડાં, મેકઅપ, રેસ્ટોરાં, ગાડી પાછળ ખર્ચ કરતાં નહોતા તેઓના જીવનમાં આ ખર્ચાઓ ઉમેરાયા છે. આ કે આવી બાબતોમાં આપણા મા-બાપોએ ખર્ચા કર્યા નહોતા. એટલે તે વખતનો જમાનો સોંઘવારીનો લાગતો હતો. આજે મારે દોઢસો રૂપિયાનાં પોપકોર્ન અને ત્રણસો રૂપિયાનો પિત્ઝા ખાવો છે પણ મારે એ માટે વધારાની મહેનત કર્યા વિના અત્યારની જ આવકમાં જીવવું છે તો એ જમાનો મોંઘવારીનો લાગવાનો જ છે. મારા પિત્ઝા- પોપકોર્ન જેવા બીજા અસંખ્ય મોજશોખ પૂરા ન થતાં હોય ત્યારે શું મારે મોંઘવારીના નામે સરકારના માથે માછલાં ધોવાનાં હોય?

3. બેરોજગારી. પ્રત્યેક નાગરિકને નોકરી આપવાનું કામ સરકારનું નથી હોતું. સરકાર નવા-નવા પ્રોજેક્ટ દ્વારા રોજગારીની તકો ઊભી કરે જ છે. પ્રાઈવેટ સેકટરમાં પણ નોકરીની તકો હોય છે. સ્વરોજગાર દ્વારા આપબળે કમાવાની ત્રેવડ હોવી જોઈએ. નોકરી-ધંધા માટે લાયક બનવા યોગ્ય ભણતર, તાલિમ અને અનુભવ જોઈએ અને બ્લ્યુ કોલર જોબ કરવામાં, મહેનત કરીને પરસેવો પાડવામાં કોઈ શરમ ન હોવી જોઈએ. આ બધાં કે આવાં લક્ષણો જેમનામાં છે તેઓ ક્યારેય બેરોજગાર રહેતા નથી. જેમની પાસે આવડત કે દાનત નથી હોતાં તેઓ બૂમાબુમ કરતા રહે છે કે અમને કોઈ નોકરી નથી આપતું. આવી બૂમરાણને વિરોધી પક્ષો અને મીડિયા એમ્પલીફાય કરીને તમારા સુધી પહોંચાડે છે. બાકી, ગુજરાતની વાત કરીએ તો અહીં બેકારીનો દર માત્ર 1.7 ટકા (પોણા બે ટકા કરતાંય ઓછો) છે. આખા દેશમાં આ બાબતે પણ ગુજરાતની સ્થિતિ બહેતર છે. અમેરિકા- ઈંગ્લેન્ડ- ફ્રાન્સ જેવા તથાકથિત સુધરેલા દેશોમાં પણ આના કરતાં વધુ બેકારી છે.

3. ગરીબી. ઈન્દિરાબહેને ‘ગરીબી હટાવ’ના નામે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને અને બીજી અનેક યોજનાઓ લાગુ પાડીને કોંગ્રેસીઓને મફતિયું ખાવાની ટેવ પાડી તે છેક મનમોહનસિંહના જમાના સુધી ચાલુ રહી. મોદીના શાસનમાં ગુજરાતે જે સમૃદ્ધિ જોઈ તેનાથી અને 2014 પછી ભારત જે રીતે સમૃદ્ધ થઈ રહ્યું છે તેનાથી વિરોધીઓની આંખો ફાટી ગઈ. ભારતનું અર્થતંત્ર ઈંગ્લેન્ડને પછાડીને વિશ્ર્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. આ પ્રગતિને સાદી ભાષામાં સમજાવતાં અમિત શાહે એક ચૂંટણી સભામાં કહ્યું: સાચું કહેજો, તમારા ગામમાં અત્યારે કેટલાં ટુ વ્હીલર છે અને અગાઉ કેટલાં હતાં? વધ્યાં છે કે નથી વધ્યા?

4. શિક્ષણ ખાડે ગયું છે. દિલ્હીમાં કેજરીવાલે શિક્ષણનું સ્તર સુધાર્યું છે એવા પરપોટા મીડિયાએ ‘આપ’ની કરોડ રૂપિયાની જાહેરખબરો લઈને આપણા સુધી બહુ પહોંચાડ્યા. એક કરતાં વધુ આર.ટી.આઈ. દ્વારા આ પરપોટા ફૂટી ગયા છે. કેજરીવાલના અન્ય બણગાંઓની જેમ આ દાવા પણ જુઠ્ઠા પુરવાર થયા છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર, સરકારી સ્કૂલોનું પણ, અન્ય રાજ્યો કરતાં ઘણું સારું છે. દેશમાં નવી શિક્ષણ નીતિ બની ગઈ છે અને અમલમાં મૂકાઈ રહી છે. કોંગ્રેસ અને અંગ્રેજોના કટાઈ ગયેલા શિક્ષણ વારસાને રાતોરાત દૂર ન કરી શકાય, એક દાયકા પછી ગુજરાત- ભારતમાં જે રીતની શિક્ષણ પદ્ધતિ ચાલતી હશે તે જોઈને વડીલોને પણ થશે કે કાશ, અમે અત્યારે સ્કૂલ-કોલેજમાં ભણતા હોત.

5. સરકારી તંત્ર બિનકાર્યક્ષમ છે. ખરેખર? મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા તે પછી એમના પ્રધાનમંડળના સભ્યો મીઠી ફરિયાદ કરતા કે અમારે દર બુધવારની કેબિનેટ મીટિંગમાં અચૂક હાજર રહેવું પડે છે, અમારા મત વિસ્તારમાં જઈને કામ કરવું પડે છે અને ચોવીસે કલાક ખડે પગે હાજર રહીને રાજ્યની સેવા કરવી પડે છે. કારણ કે મોદી ઈઝ અ ટફ ટાસ્ક માસ્ટર. સીએમ તરીકે મોદીએ ગુજરાતની બ્યુરોક્રસીને કામ કરતાં કરી દીધેલી. દિલ્હી જઈને જોયું કે મોટા મોટા અફસરો, સરકારી બાબુઓ, ગુરુવાર બપોરથી જ લોન્ગ વીક એન્ડના મૂડમાં આવી જતાં, ગોલ્ફ રમવા જતા રહેતા. મોદીએ એ બધાને કાન પકડીને સીધાદોર કરી નાખ્યા. ક્યારેક તો આ બાબુઓ રવિવારે પણ મોડી રાત સુધી ઉજાગરા કરીને ઈમેઈલ દ્વારા કામ કરતા હોવાના પુરાવાઓ નોંધાયા છે. મોદી પોતે ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે અને એટલે જ એમનું આખું તંત્ર સતર્ક રહીને કાર્યરત રહે છે. મોદી ક્યારેય થાયલેન્ડનાં વેકેશનો નથી લેતાં સમજી ગયા?
તો પછી મીડિયામાં કેમ આ બધી વાતો આવતી નથી?

કારણ કે મીડિયાને ખોટી આળપંપાળ કરવાનું મોદીએ ગુજરાતમાં તેઓ હતા ત્યારથી બંધ કરી દીધું છે. સચિવાલયમાં ઘુસીને પ્રધાનો- સરકારી બાબુઓની કેબિનોમાં કલાકો સુધી પડ્યા-પાથર્યા રહેતા અને પોતાની તથા પોતાના માલિકોની ફાઈલો ફેરવતા પત્રકારો માટે મોદીએ ગાંધીનગરના સચિવાલયના દરવાજા બંધ કરાવ્યા. દિલ્હી જઈને વડાપ્રધાનની વિદેશ યાત્રા સમયે વિમાનમાં દારૂ- ચીકન- કબાબની પાર્ટીઓ અને મોંઘી ભેટોની લહાણી મોદીએ બંધ કરાવી. મોદીએ પત્રકારોને લાડ લડાવવાનું, મીડિયાના ભ્રષ્ટાચારને સાથ આપવાનું બંધ કર્યું, પત્રકારોને ખોટું મહત્ત્વ આપીને એમને મોટાભા બનાવવાનું બંધ કર્યું, દર મહિને મોટા માથાના ગણાતા પત્રકારોને પોતાના ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવવાનું બંધ કર્યું, તોતિંગ મીડિયા હાઉસના માલિકો જે રીતે નચાવે તે રીતે નાચવાનું- એ લોકોને અનુકૂળ આવે એવી નીતિઓ ઘડવાનું અને પત્રકારત્વ ઉપરાંતના એમના ઉદ્યોગ- ધંધાઓમાં ચાલતી ગેરરીતિઓને છાવરવાનું બંધ કર્યું.
આટઆટલું કર્યા પછી મોદીએ મીડિયાના વાણી સ્વાતંત્ર્ય પર, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર એક ટકાનો કાપ નથી મૂક્યો. મોદીની રાષ્ટ્રભક્તિ મીડિયાને નથી દેખાતી. મોદીની સ્વચ્છ નીતિઓને કારણે જેમની દુકાનો બંધ થઈ ગઈ એ પત્રકારો મોદીએ લોકશાહીને ચુસ્તપણે વળગી રહીને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે એટલે આપણે મુંઝાઈ જઈએ છીએ કે આ વખતે કમળ પર બટન દબાવવું કે પછી એક મોકો કેજરીવાલને આપવો?

 

 

You Might Also Like

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ

મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત

રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે

લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર

TAGGED: aap, arvindkejriwal, assemblyelection, BJP, election, Gujarat, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રાણી આદાન પ્રદાન અંતર્ગત સક્કરબાગમાં 30 વર્ષ બાદ વાઘની જોડીનું આગમન
Next Article જૂનાગઢ જિલ્લામાં ચાર દિવસમાં 100 લોકો સામે પ્રોહિની કામગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાત

રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાત

મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?