પાણી પુરવઠા બોર્ડના વર્ગ 2 ના અધિકારી અને 2 રોજમદાર રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
પોરબંદરની આરટીઓ કચેરી દ્વારા વાહનોના રી- પાસીંગ અંગેનો કેમ્પ ગઇ તા.28/3ના રોજ ચિંગરીયા ગામ ખાતે રાખેલ હતો. જેમાં પી.યુ.સી. સેન્ટર ચલાવતા ફરિયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના હાજર રહેલ હતા. તે સમયે આરટીઓના સહાયક મોટર વાહન નિરીક્ષક સામત ખીમા કોડિયાતરએ ફરીયાદીના વાહનો રી-પાસીંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ રી-રૂ.15,700ની લાંચની માંગણી પાસીંગના ભરેલ ફોર્મની કરી તે પૈકી રૂ.10,700 લઈ એપોઇન્ટમેન્ટ આધારે કુલ-લીધેલ અને બાકીના રૂ. 5,000 12 વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનો તથા વાહનોના માલિક સાથે આપશે તો જ વાહનોના ફીટનેશ સર્ટી આપશે તેમ સામતે જણાવેલ હોઇ, જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબીનો સંપર્ક કરતાં, ફરીયાદ આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી ટીમે લાચનું છટકું ગોઠવી આરોપી સામત ખીમા કોડિયાતરને રંગેહાથ લાંચ લેતા ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
જ્યારે બીજા કેસમાં ફરિયાદીને પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનુ સમારકામ અંગે બિલ પાસ કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ગ 2ના મદદનીશ ઇજનેર દિપ્તીબેન સતિષભાઈ થાનકીની સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજુર રકમના 1 ટકા લેખે રૂ.7,000 લાંચની માગણી કરેલ. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી પોરબંદર એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતોએ લાંચની માંગણી કરી, ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપિત દિપ્તીબેન સતિષભાઈ થાનકી અને રોજમદાર મશરી પાલા કરંગીયાની હાજરીમાં તેઓ વતી આક્ષેપિત રોજમદાર દીપક નાથાલાલ સોલંકીને આપી દેવા જણાવી, આક્ષેપિત દીપકે લાંચની રકમ સ્વીકારી ઝડપાઈ જતા કાર્યવાહી હાથ ધરી છે.