બિલ્ડીંગ અંદાજે 35થી 40 વર્ષ જૂનું હતું: ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડીંગ જર્જરિત હતું
ખાસ-ખબર સંવાદદાતા
સુરતના કતારગામ નવી ૠઈંઉઈ વિસ્તારમાં જર્જરિત ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડીંગ પતાના મહેલની તૂટી પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડીંગ જર્જરિત હતું અને તેમાં એમ્બ્રોડરીનું કારખાનું ચાલતું હતું. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સહીતની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ નવી ૠઈંઉઈ પાસે હનુમાન મંદિર પાસે ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડીંગ આજે સવારે 8 વાગ્યાની આસપાસ પતાના મહેલની જેમ ધરાશાહી થઇ જતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડીંગમાં એમ્બ્રોડરીના કારખાનું ચાલતું હતું. આ દરમિયાન અવાજ આવતા ત્યાં કામ કરતા 6થી 7 કારીગરો બહાર નીકળી ગયા હતા. પત્તાના મહેલની જેમ મકાન ધ્વસ્ત થયું હતું. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરીર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો તેમજ મનપાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલમાં ફાયર વિભાગ તેમજ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે છે. બિલ્ડીંગ પત્તાના મહેલની ધ્વસ્ત થયું હતું. જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. બિલ્ડીંગ અંદાજીત 35થી 40 વર્ષ જુનું હોવાનું હાલ જાણવા મળ્યું હતું.
ફાયર ઓફિસર હિતેશ ઠાકોરએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગ પડી ગયું હોવાનો કોલ મળતા જ ફાયરની ટીમ ઈમરજન્સી રેસ્ક્યુ વેહિકલ તેમજ જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે આવી હતી. અહીં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડીંગ ધરાશાહી થયું હતું. પ્રાથમિક તપાસ કરતા આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. આ બિલ્ડીંગમાં એમ્બ્રોડરીનું ખાતું ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું.