ગઇકાલે રિલીઝ થયેલી બોલીવુડના દિગ્ગજ નિર્માતા આનંદ પંડિત અને છેલ્લો દિવસ ફેમ વૈશલ શાહની ગુજરાતી ફિલ્મ
અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
- Advertisement -
બોલીવુડ માં આનંદ પંડિત નું નામ ખૂબ ગૌરવ પૂર્વક લેવાય છે. આનંદ પંડિત ને ત્યાં કોઈ પણ ફંક્શન હોય ત્યારે અમિતાભ બચ્ચન થી શરૂ કરીને બોલીવુડ ના તમામ ખાન અને કપૂર ઉપસ્થિત રહે છે. બોલીવુડ ની ફિલ્મો ની સાથે સાથે આનંદ પંડિત અને છેલ્લો દિવસ ફેમ વૈશલ શાહ બીજી ગુજરાતી ફિલ્મ લઈ ને આવી ગયા છે. તેમની પ્રથમ ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ખૂબ સફળતા પૂર્વક ચાલેલી. અને એ જ સફળતા થી પ્રેરાઈ ને ગઇકાલે તેમની બીજી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ગુજરાત અને મુંબઈ ના સીનેમાઘરો રિલીઝ થઈ ચૂકી છે. દિગ્દર્શક જય બોડસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મ માં દર્શન જરીવાલા, અનુરાગ પ્રપન્ન જેવા મંજયેલા કલાકારો છે તો યશ સોની અને ઈશા કંસારા જેવા સ્ટાર પણ છે. પણ જો સાહજિક અભિનય ની વાત કરું તો મને અંગત રીતે મિત્ર ગઢવી નું પરફોર્મન્સ દિલ ને ટચ કરી ગયું. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ને સતત બીજી ગુજરાતી ફિલ્મ માં મહેમાન કલાકાર તરીકે લાવવા માટે આનંદ પંડિત ફરી એક વાર સફળ થયા છે. અને આમાં આનંદભાઈ નો સ્વભાવ અને લોકો સાથે સંબંધો સાચવી રાખવાની તેમની આવડત ને જ સૌથી મોટી ક્રેડિટ આપી શકાય. નોંધનીય બાબત એ છે કે પહેલી ફિલ્મ માં અમિતાભ બચ્ચન એ કેમિયો (થોડી મિનિટ માટે એન્ટ્રી) કરેલી જ્યારે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન આખી વાર્તા સાથે સતત જોડાયેલા છે. સરસ વાર્તા સાથે બનેલી આ ફિલ્મમાં ટઋડ નો સુંદર ઉપયોગ થયો હોવાને કારણે પ્રેક્ષકો ને ચોક્કસ મજા પડશે તેમ લાગે છે. હિન્દી ફિલ્મ ના પ્રચાર પ્રસાર ને છાજે તેવો જ ઝંઝાવાતી પ્રચાર ગુજરાત અને મુંબઈ માં આ ફિલ્મ નો કરવામાં આવ્યો છે. ગુરુવારે અમદાવાદ માં અને ગઇકાલે મુંબઈ માં યોજાયેલા ખાસ પ્રીમિયર શો માં ગુજરાત અને મુંબઈ ની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મજા ની વાત એ છે કે, નાના સેન્ટર ને અલગ રાખીએ તો માત્ર અમદાવાદ માં 61 સિનેમા માં રોજ ના 334 શો , વડોદરા માં 15 સિનેમા માં રોજ ના 73 શો, સુરત માં 29 સિનેમા માં રોજ ના 135 શો, રાજકોટ 8 સિનેમા માં રોજ ના 30 શો અને મુંબઈ 50 સિનેમા માં રોજ ના 75 શો સહિત મુંબઈ અને ગુજરાત માં કુલ 298 સિનેમા અને રોજ ના 1250 અધધધ શો સાથે આ ફિલ્મ નો ધમાકેદાર પ્રારંભ થયો છે. કોઈપણ ફિલ્મ માટે અંતે તો પ્રેક્ષક જ માઈ-બાપ છે. પરંતુ આનંદ પંડિત ની ફિલ્મો ચલાવવાની સુઝ ને ધ્યાન માં રાખીએ તો ફરી એક વાર આ ફિલ્મ ને પણ સફળતા મળે તેવી દિલ થી શુભેચ્છા.
તમે થાકેલા હો, રીલેક્ષ થવા માટે કોઈ ફિલ્મ ની ટિકિટ બુક કરો છો, ઉત્સાહભેર સિનેમા પર પહોંચો છો, પેપ્સી, પોપકોર્ન, સમોસાં, પાણી ની બોટલ લઈ ને સુંદર ફિલ્મ જોવા માટે નો મુડ બનાવી રિકલાઇન સીટ પર આરામ થી ગોઠવાવ છો, સિનેમા હોલ ની લાઇટ ઓફ થાય છે અને શરૂ થાય છે કેન્સર નાબૂદી અને ધુમ્રપાન નાબૂદી ની 2 જાહેરાતો. રીતસર તમારા માથે ફટકારવામાં આવે છે એમ કહીશ તો સહેજ પણ અતિશયોક્તિ નહીં જ લાગે. હું નાનો હતો ત્યારથી 35ખખ પર બનેલી ખૂબ ખરાબ આ જાહેરાતો જોતો આવ્યો છું. કેન્સર ના દર્દીઓ ને થયેલી અસરો ના એટલા બધા ટાઈટ કલોઝ અપ ઠોકી ઠોકી ને આ જાહેરાતો માં ભરેલા છે કે એ જોઈ ને તમે પોતે કેન્સર ના દર્દી હો તેવું ફિલ થાય છે અને ધુમ્રપાન નાબૂદી ની જાહેરાત જોઈ ને જીવન માં સીગરેટ ના પીધી હોય છતાં એવો વિચાર આવે કે બહાર જઈ ને બે કસ મારી આવું ???? કપિલ શર્મા શો શરૂ થયો ત્યાર થી મુકેશ પોતાનો બોયફ્રેન્ડ છે તેવા અનેક જોક અનેક વાર ક્રિષ્ના અભિષેક કરી ચૂક્યા છે. શું આ ફિલ્મો નવી ના બની શકે ???? ખરેખર બોલીવુડ થી શરૂ કરી ને પ્રાદેશિક નિર્માતાઓ કે દિગ્દર્શક ને આજ સુધી એવો વિચાર કેમ નહીં આવ્યો હોય કે 30 – 30 સેક્ધડ ની આ બે ફિલ્મો નવી બનાવી ને ફિલ્મ ડીવીઝન ને ભેટ આપીએ ??? ખરેખર ફિલ્મ ની શરૂઆત જ આ બે હોરર ફિલ્મો થી થાય છે ત્યારે બહુ દુખ થાય છે. ખૂબ સારા આશય સાથે બનેલી આ ફિલ્મો નું રી મેકિંગ કરવાનો સમય કયાર નો પાકી ગયો છે જોઈએ આ બીડું ફિલ્મ ડીવીઝન ખુદ ઝડપે છે કે, બોલીવુડ કે પ્રાદેશિક ફિલ્મો ના કોઈ નિર્માતા-દિગ્દર્શક આગળ આવે છે.
ફિલ્મોની શરૂઆતમાં ફરજિયાત વાગતી કેન્સર નાબૂદીની અને ધુમ્રપાન નિષેધની જાહેરાતો નવી ના બનાવી શકાય ?
- Advertisement -
આ જન્માષ્ટમીએ અમદાવાદમાં યોજાશે, શ્રીનાથજીની ઝાંખીનો અદ્દભૂત કાર્યક્રમ ‘આજ ગાવત મન મેરો શ્રીનાથજી’
પરમદિવસે જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર છે. સૌરાષ્ટ્ર સહિત તમામ જગ્યા એ જન્માષ્ટમી ની ઉજવણી નો અદભૂત માહોલ બન્યો છે. ત્યારે અમદાવાદ માં પણ શ્રીનાથજી ના 8 દર્શન સાથે એક સુંદર સંગીતમય કાર્યક્રમ ‘આજ ગાવત મન મેરો શ્રીનાથજી’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય દૃશ્યરચના સાથે વૈષ્ણવ સંપ્રદાય ની મૂળ પ્રણાલી ને સંપૂર્ણ રીતે અનુસરી ને શ્રીનાથજી ના 8 વિવિધ દર્શન સાથે ની એક સુંદર સંગીતમય પ્રસ્તુતિ જુનાગઢ ના ખૂબ લોકપ્રિય કલાકાર શ્રી રાજૂ ભટ્ટ , નિરુ દવે અને શ્રી અવધ ભટ્ટ દ્વારા આગામી તારીખ 26 ઓગસ્ટ , સોમવારે અમદાવાદ ના આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે સાંજે 6 વાગે થશે. અત્રે સૌથી ગમતી વાત એ છે કે આ શો માંથી ખર્ચ ને બાદ કરતાં વધેલી રકમ હમેશ ની જેમ રાજૂ ભટ્ટ ગ્રુપ દ્વારા ગૌશાળા માં દાન કરવામાં આવશે. ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ના આશીર્વાદ અને કૃપાથી યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ માટે સીટ બુક કરવા ઇઘઘઊં ખઢ જઇંઘઠનો ઉપયોગ કરવા જણાવાયું છે. શ્રીનાથજી ભક્તો અને વૈષ્ણવ સંપ્રદાય ના સૌ લોકો માટે આ એક સોનેરી અવસર છે.
જૂનાગઢના પ્રખ્યાત અને ખ્યાતિપ્રાપ્ત કલાકારો રાજૂ ભટ્ટ, નિરુ દવે અને અવધ ભટ્ટ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમની ખર્ચ બાદ કરીને થયેલી આવક ગૌશાળામાં દાન કરાશે
‘મારુ ચોમાસું ક્યાંક આસપાસ છે’ શીર્ષક હેઠળ ગુજરાતનું ગૌરવ એવા મોસમ-મલકા અને પાર્શ્ર્વ ગાયક દિપક જોશી ધૂમ મચાવશે
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહકારથી ગુજરાતની જાણીતી કલા સંસ્થા તિહાઈ – ધ મ્યુઝિક પીપલ દ્વારા, અભિલાષ ઘોડાની પરિકલ્પના સાથે આગામી 28 ઓગસ્ટના રોજ, અમદાવાદના એચ. કે. હોલ ખાતે રાત્રે 8:30 વાગે સંપૂર્ણ લોકભોગ્ય એવા આપણાં ગમતા ગુજરાતી ગીતો નો ગુલાબી ગુલદસ્તો ‘મારુ ચોમાસું ક્યાંક આસપાસ છે’ શીર્ષક હેઠળ ભવ્ય કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. જેને તાના – રીરી તરીકે હવે ગુજરાત ઓળખે છે તેવા ગુજરાત ના ગૌરવસમા મોસમ અને મલકા તથા પાર્શ્વ ગાયક તરીકે નામના મેળવી ચૂકેલ કલાકાર શ્રી દિપક જોશી આ કાર્યક્રમ માં પોતાના સ્વરો રેલાવશે. તારીખ 28 ઓગસ્ટ એ આપણાં રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીજી ની પણ જન્મ જયંતી છે ત્યારે મેઘાણીજી ના ગીતો પણ આ કાર્યક્રમ માં સામેલ કરી મેઘાણીજીને પણ યાદ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન મનીષા મણિયાર સંભાળશે, જ્યારે રસ દર્શન અભિલાષ ઘોડા કરાવશે. આ કાર્યક્રમ માણવા ઇચ્છુક લોકો પોતાનું નામ લખી 9898439443 પર વોટ્સએપ મેસેજ કરી શકે છે. જ્યાં સુધી સીટ ઉપલબ્ધ હશે, ત્યાં સુધી પ્રવેશ આપવામાં આવશે તેમ જણાવાયું છે.