ભવનાથ તળેટી પ્રેશર પોઇન્ટનું નિરીક્ષણ કરતા S.P. હર્ષદ મેહતા
પરિક્રમા અન્નક્ષેત્ર અને ઉતારા મંડળની તૈયારીઓ શરુ
- Advertisement -
પરિક્રમા નિયત સમયે શરુ થાય તેવા તંત્રના પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલુડી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં ભવનાથ તળેટી રૂપાયતન ગેટ થી પરિક્રમા શરુ થાય છે અને ભવનાથ તળેટીના બોરદેવી ગેટ પાસે પૂર્ણ થાય છે ત્યારે લાખો પરિક્રમાર્થી ભવનાથમાં પડાવ નાખે તેવા પ્રેશર પોઇન્ટની એસપી હર્ષદ મેહતા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત અધિકારી ભવનાથ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ગત રાત્રિના પોલીસ અધિક્ષક દ્વારા પ્રરિક્રમા પ્રારંભના મુખ્ય ગેટ થી ભવનાથ તળેટીના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરીને જાત નિરીક્ષણ કર્યું હતું અને ભાવિકોના પ્રવાહને ધ્યાને રાખીને બંદોબસ્ત રાખવા સૂચના અપાઈ હતી અને લાખો ભાવિકો સુખરૂપ અને શાંતિ પૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરે તે માટે એસપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયારે પરિક્રમા રૂટ પર મોબાઈલ નેટવર્ક મળતું નથી એવા સમયે યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેમાટે પોલીસ તંત્ર દ્વારા રાવટીમાં વીએચએફ સેટ લગાવામાં આવશે જેના લીધે સંપર્ક કરવામાં સેહલું પડે અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવશે.
આગામી તા.23 નવેમ્બરથી પરિક્રમા શરુ થાય છે ત્યારે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને પરિક્રમા રૂટ પર આગોતરું આયોજન કરવામાં આવેછે તેમાં વન વિભાગની મંજૂરી મળતા અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે હવે જયારે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે નાના મોટા વાહનોમાં અન્નક્ષેત્રનો જરૂરી ચીજવસ્તુ અને સામાન પોહાચાડવાની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં 36 કિમિના રૂટ પર 200 જેટલા નાના મોટા અન્નક્ષેત્ર કાર્યરત થશે અને લાખો ભાવિકો ગિરનારી મહારાજના નાદ સાથે પ્રસાદ લેશે.
- Advertisement -
પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થીઓએ શું તકેદારી રાખવી
જૂનાગઢ ગિરનાર ફરતે 36 કિમિ પગપાળા ચાલીને પરિક્રમા કરવામાં આવેછે જે ખુબ કઠિન છે ત્યારે પરિક્રમા કરવા આવતા ભાવિકોએ ખાસ પહેલાતો આરોગ્ય લક્ષી કાળજી લેવી અને અશક્ત લોકોએ પરિક્રમા કરવી હિતાવહ નથી તેમજ જરૂરી દવાઓ સાથે રાખવી તથા જંગલ વિસ્તાર હોઈ જેના કારણે વન્ય પ્રાણીની અવર જવર હોય જેના લીધે જંગલના અંદરના ભાગે જવું નહિ પરિક્રમાના નિયત રૂટ પર ચાલવું અને જંગલમાં લાઈટનો અભાવ હોઈ જેથી કરીને ટોર્ચ સાથે રાખવી તેમજ ઉતાવળે પરિક્રમા કરવાથી ઇજા થવાના બનાવ બને છે ત્યારે નિરાંતે ચાલીને પરિક્રમા કરવી તેમજ જંગલમાં વાસી કે ખરાબ ખાધ્ય ખોરાક લેવો નહિ બને ત્યાં સુધી હળવો ખોરાક લેવો તેમજ રાત્રીના સમયે ગ્રુપ સાથે રેહવું વિખુટા પાડવાના બનાવો બને છે જેના કારણે જો કોઈ ગુમ થાય તો જગ્યા નિશ્ચિત કરીને એકત્ર થવું અથવા નજીકની પોલીસ રાવટીનો સંપર્ક કરવો આવી નાની મોટી કાળજી રાખવાથી પરિક્રમા સુખરૂપ સંપન્ન થશે.