મોટોરોલા એક નવો બેન્ડ ફોન લોન્ચ કરશે. ફોલ્ડેબલ સ્માર્ટફોન પછી એક એવો ફોન લોન્ચ કરવામાં આવશે, જે હાથના કાંડા પર બ્રેસલેટની જેમ પહેરી શકાશે.
મોટોરોલા એક નવો બેન્ડ ફોન લોન્ચ કરશે, જે હાથ પર કાગળની જેમ વાળીને પહેરી શકાશે. ફોલ્ડેબલ સ્માર્ટફોન પછી એક એવો ફોન લોન્ચ કરવામાં આવશે, જે હાથના કાંડા પર બ્રેસલેટની જેન પહેરી શકાશે. આ ફોનની ડિસ્પ્લે કાંડા પર વાળી શકાશે. મોટોરોલાએ Lenovo Tech World 2023 દરમિયાન ફ્લેક્સિબલ pOLED ડિસ્પેવાળા આ કોન્સેપ્ટ ફોનની એક ઝલક જોવા મળી શકે છે.
- Advertisement -
આ એક સુંદર ફોન છે, જે એક સ્માર્ટવોચ અને એક સ્માર્ટ ડિસ્પ્લે તથા માઈક્રોસોફ્ટના સર્ફેસ આર્ક માઈસ જેવો દેખાય છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન પણ જોવા મળી રહી છે, જે ટેંટ મોડમાં ફોનના વિકર્ષણને દૂર રાખી શકે છે. આ તમામ બાબતો મોટોરોલાના લેટેસ્ટ કોન્સેપ્ટ ફોનમાં શામેલ છે.
View this post on Instagram- Advertisement -
મોટોરોલા આ સ્માર્ટફોનને એક એન્ડ્રોઈડ ડિવાઈસ તરીકે જોવા મળે છે, જેમાં એક એવું ફોર્મ ફેક્ટર છે, જેથી આ સ્માર્ટફોન કાંડા પર પહેરી શકાશે. આ સ્માર્ટફોન રેગ્યુલર ફોનની જેમ હાથમાં પકડી શકાશે, હાથમાં વાળીને પહેરી શકાશે અને સ્ટેન્ડ મોડમાં પણ રાખી શકાય છે.
આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.9 ઈંચ અને પ્લાસ્ટિક OLED છે, જેને સ્ટેન્ડિંગ મોડમાં વ્યાવહારિક રૂપે ઉપયોગ કરવા માટે 4.6 ઈંચ પેનલ મેળવવા માટે વાળી શકાય છે. કંપની વર્ષોથી ફોલ્ડેબલ ફોન બનાવી રહી છે, તથા અન્ય કંપનીની સરખામણીએ પ્રતિસ્પર્ધામાં આગળ છે.