આપણે ત્યાં એપેન્ડિક્સનું ઓપરેશન એ બહુ સામાન્ય બાબત છે. પેટના દુખાવાની મોટા ભાગની ફરિયાદ એપેન્ડિક્સ ના ઓપરેશનમાં પરિણામતી હોય છે. આવો ઓપરેશન કરાવ્યા પછી પેટનો દુખાવો મટે છે કે નહીં તે તો એક સંશોધનનો વિષય બની રહે પણ સત્ય એ છે કે એપેન્ડિક્સને આપણે યોગ્ય રીતે સમજી શક્યા નથી. અપેન્દિક્સ એ માનવ સહિત બીજા અનેક સસ્તન પશુઓમાં જોવા મળતો શરીર રચનાનો એક ભાગ છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેને ઘણા લાંબા સમયથી એક બિનજરૂરી અંગ માનવામાં આવતું હતું પણ છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન તેની કામગીરી અને ભૂમિકા બાબતે કાઇક ગંભીરતાથી સંશોધન કરી રહ્યું છે! જોકે આટલું કહેતા એક સવાલ એ પણ ઊભો થાય કે જો માનવ જીવનમાં ખરેખર તેની કોઈ ભૂમિકા પુરવાર થાય તો, આધુનિક ચિકિત્સા શાસ્ત્રને સ્વાસ્થ્યનું અંતિમ વિજ્ઞાન ગણી એપેન્ડિક્સ ના અત્યાર સુધીમાં તે લાખો બિનજરૂરી ઓપરેશન થયા એની જવાબદારી કોની? અને વળી ઓપરેશન કરાવનાર લાખો લોકોએ આ અંગ દુર કરાવી પોતાના જીવનમાં જે ગુમાવ્યું તેનું મૂલ્ય શું? ખેર, આગળ જણાવ્યું તેમ આ એપેન્ડિક્સ મનુષ્ય સહિત બીજા અનેક સસ્તન પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિ ઇતિહાસ દરમિયાન ઓછામાં ઓછા 16 વખત તે વિકસ્યું હોવાનું જણાય છે. આ બાબત સૂચવે છે કે એપેન્ડિક્સ ધરાવતા પ્રાણીઓને તેનો કોઈક વિશેષ લાભ જરૂર મળતો હશે. ઇન્સર્મ અને ફ્રેન્ચ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ નવો અભ્યાસ સૂચવે છે કે એપેન્ડિક્સ હોવાને લાંબા આયુષ્ય સાથે સંબંધ છે. આ અંગેના તારણો જર્નલ ઓફ એનાટોમીમાં પ્રકાશિત થયા છે. એપેન્ડિક્સ એ થોડા સેન્ટિમીટરના કદનું શરીર રચનાનું એક નાનું એવું માળખું છે.તે પેટમાં કોલોન સાથે જોડાયેલ હોય છે. આધુનિક સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં આટલી પ્રકૃતિ થઈ હોવા છતાં આજ સુધી આ એપેન્ડિક્સ ના કાર્યને અત્યંત સ્પષ્ટ રીતે સમજી શકાયું નથી. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન માટે આ વાત થોડી ખેદ જનક ગણાય. ચાલ્ર્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતો અનુસાર, એપેન્ડિક્સ એ માનવ શરીરની રચના થઈ ગયા બાદ વધી પડેલ સામગ્રીનો કચરો હતો! તેમના કહેવા મુજબ તેની કોઈ ઉપયોગિતા ન્હોતી અને શરીરના વિવિધ કાર્યોમાં તેની કોઈ ભૂમિકા નહોતી. તે ભાગમાં દાહની ફરિયાદના સંદર્ભમાં તેને અંગની બળતરાના જોખમને કારણે તે સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમ તરીકે તરીકે પણ જોવામાં આવતું હતું. જો આવી બળતરા, જેને “એપેન્ડિસાઈટિસ” તરીકે ઓળખવામાં આવે છે,
એપેન્ડિક્સને રોગ પ્રતિકારક શક્તિ સાથે પણ સીધો સંબંધ હોવાનું જણાઈ રહ્યું છે
- Advertisement -
સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિના આઠ કરોડ વર્ષના ઇતિહાસમાં સસ્તન પ્રાણીઓની વિવિધ પ્રજાતિમાં સોળ વખત એપેન્ડિક્સની મોજડી જોવા મળી હતી
તેની સારવાર ન કરવામાં આવે તો, તે પેરીટોનાઈટીસમાં પરિણામી મૃત્યુનું કારણ પણ બની શકે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સંશોધકોએ એપેન્ડિક્સની ભૂમિકા અંગે વધુ ઊંડા ઊતરવાની કોશિશ કરી છે. આ અભ્યાસ એવું દર્શાવે છે કે 20 વર્ષની ઉંમર પહેલાં વ્યક્તિને એપેન્ડિસાઈટિસ હોવાનું નિદાન થયું હોવાના કિસ્સામાં એપેન્ડેક્ટોમી કરવામાં આવે ત્યારે તે આંતરડા અને ગુદામાર્ગના ક્રોનિક સોજાના ચોક્કસ સ્વરૂપની શરૂઆત સામે રક્ષણાત્મક પરિણામ આપે છે: (અલ્સેરેટિવ કોલાઇટિસ) સંશોધકોએ એ પણ દર્શાવ્યું છે કે એપેન્ડિક્સ માત્ર મનુષ્યોમાં જ નથી. તે ઓછામાં ઓછા આઠ કરોડ વર્ષો પહેલા સસ્તન પ્રાણીઓમાં સૌપ્રથમ દેખાયુ હતું. ઉત્ક્રાંતિ દરમિયાન તે ખોરાક, સામાજિક જીવન અથવા પર્યાવરણ સાથે કોઈ સ્પષ્ટ સહસંબંધ વિના, ઘણા સસ્તન પ્રાણીઓમાં સ્વતંત્ર રીતે ઘણી વખત વિકસિત થયું છે. આજે તે પ્રાણીઓની વિશાળ શ્રેણીમાં જોવા મળે છે. જો કે તેનું કાર્ય એક રહસ્ય જ રહ્યું છે, જેમાં કોઈ અભ્યાસ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી. ફ્રેન્ચ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના ઇન્સર્મ સંશોધક એરિક ઓગિયર-ડેનિસ અને તેમના સાથીદાર મિશેલ લોરિનની આગેવાની હેઠળની ટીમે આ બાબત સમજવા સસ્તન પ્રાણીઓની 258 પ્રજાતિઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું જેમાં 39 પ્રાણીઓને એપેન્ડિક્સ હતો અને 219 એપેન્ડિક્સ વિનાના હતા. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે એક સમાન સંજોગોમાં પણ એપેન્ડિક્સ વાળા પ્રાણીઓનું આયુષ્ય વધુ હતું. તેઓએ પ્રથમ વખત દર્શાવ્યું છે કે એપેન્ડિક્સની મોજુદગી એક પ્રજાતિ માટે અવલોકન કરાયેલ મહત્તમ આયુષ્યમાં વધારો સાથે સંકળાયેલ છે. એપેન્ડિક્સ વગરના સમાન વજનના સસ્તન પ્રાણીઓની તુલનામાં એપેન્ડિક્સ ધરાવતા સસ્તન પ્રાણીઓનું આયુષ્ય લાંબુ હોય છે. “દીર્ઘાયુષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વિચાર એપેન્ડિસાઈટિસ/એપેન્ડેક્ટોમી, અલ્સેરેટિવ કોલાઇટિસ અને રોગપ્રતિકારક તંત્રની કામગીરી વચ્ચેના સંબંધ પરના અભ્યાસથી વિકસિત થયો છે. વધુ સક્રિય અને સારી રોગપ્રતિકારક શક્તિએ સૈદ્ધાંતિક રીતે પર્યાવરણનો વધુ સફળ સામનો કરવાની ક્ષમતા અને લાંબુ આયુષ્ય આપવું જોઈએ. આ પૂર્વધારણા સાથે ફ્રેન્ચ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના બે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઉત્ક્રાંતિ નિષ્ણાતો સાથે સંયુક્ત રીતે અભ્યાસ હાથ ધર્યો હતો. સસ્તન પ્રાણીઓના જીવન ઇતિહાસમાં એપેન્ડિક્સની મોજુદગી અને લક્ષણ વચ્ચેના સહસંબંધનું આ પ્રથમ વખત નિદર્શન થયું હતું. ટીમે એ પણ દર્શાવ્યું હતું કે સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિ ઇતિહાસ દરમિયાન એપેન્ડિક્સ ઓછામાં ઓછા 16 વખત વિકસ્યું છે અને માત્ર એક જ વાર તેની અનુપસ્થિતિ જણાઈ છે. (લેમુર હેપાલેમુર ગ્રિસિયસ દ્વારા, મેડાગાસ્કરમાં સ્થાનિક) જે આ વિચારને સમર્થન આપે છે.
બેક્ટેરિયલ કોલોની
સંશોધકો માને છે કે એપેન્ડિક્સની મોજૂદગી અને દીર્ધાયુષ્ય વચ્ચેની કડીને સમજાવવા માટે સૌથી વધુ સંભવિત પૂર્વધારણા એ છે કે અંગનો આકાર પસંદગીયુક્ત “બેક્ટેરિયલ કોલોની” ના વિકાસને સક્ષમ કરે છે જે બેક્ટેરિયલ પ્રજાતિઓના ઝડપી પુનર્વસનને પ્રોત્સાહન આપીને ચેપી ઝાડાથી મૃત્યુદર ઘટાડે છે. જે યજમાન માટે જરૂરી છે. તેથી એપેન્ડિક્સની હાજરી મૃત્યુદરમાં ઘટાડો અને તેથી આ અંગ ધરાવતા સસ્તન પ્રાણીઓમાં વધુ આયુષ્ય સાથે સંકળાયેલ હશે. આનો અર્થ એ નથી કે એપેન્ડિસાઈટિસની સારવાર માટે માણસ પર કરવામાં આવતી એપેન્ડેક્ટોમી દીર્ધાયુષ્ય પર અસર કરે છે. નાની ઉંમરે એપેન્ડિસાઈટિસ રોગપ્રતિકારક શક્તિ કેળવણીને મજબૂત કરીને અને તે પછીના કોઈપણ ચેપને વધુ અસરકારક રીતે લડવા માટે સક્ષમ કરીને સ્પષ્ટપણે ફાયદાકારક છે. આ અભ્યાસ એપેન્ડિક્સના કાર્યના વિવાદાસ્પદ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે સંશોધનના નવા રસ્તાઓ ખોલે છે. આગામી સમયમાં સંશોધકો એપેન્ડિક્સ અને અને દીર્ધાયુષ્ય વચ્ચેની કડીની પુષ્ટિ કરવા માટે સસ્તન પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓને લઈને વિસ્તૃત અભ્યાસો દ્વારા નવા પરિણામો સાથે બહાર આવશે.