જર જમીન કજિયાના છોરું કહેવત સાચી ઠરી
જોશીપુરા વિસ્તારમાં સારા જાહેર બાઈક આંતરી તીક્ષણ હથિયાર વડે હત્યા: પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ જોશીપુરા વિસ્તારના હનુમાન પુરા પાસે આવેલ મંદિર નજીક ગઈકાલ ભર બપોરે સરાજાહેર કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલ રામભાઈ નગાભાઇ રાઠોડ ઉ.53 પોતાની બાઈક પર જતા હતા ત્યારે તેનાજ મિત્ર સુધીર પરમારે બાઈકને આંતરીને છરીના ઉપર છાપરી ઘા મારીને કરપીણ હત્યા નિપજાવીની ઘટના બનતા ઘટના સ્થળે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ તેમજ બી. ડીવીઝન પીઆઇ સહીત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને રામભાઈ રાઠોડને હોસ્પિટલ ખારેડાવામાં આવેલ ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાત જોવા મળ્યો હતો.
સરાજાહેર થયેલ રામભાઈ રાઠોડની હત્યા મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલ રામભાઈ રાઠોડ અને સુધીર પરમાર મિત્ર હતા ત્યારે રામભાઈ રાઠોડને તેની પત્ની સાથે અણબનાવ હતો જે બાબતની તેના મિત્ર સુધીર પરમાર સાચી ખોટી અઘટિત વાતું કરતા હોવાની જાણ રામભાઈને થતા તેના મિત્ર સુધીરને ઠપકો આપ્યો હતો જે બાબતનું મનદુ:ખ રાખીને ગઈકાલ બપોરના સુમારે રામભાઈ રાઠોડ હુનુમાન પરા વિસ્તારમાં બાઈક લઈને નીકળ્યા ત્યારે તેને આંતરીને સુધીર પરમારે છ થી સાત છરીના ઘા મારતા રામભાઈનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાના બનાવ પગલે પોલીસ હરકતમાં આવી હતી તુરંત અલગ અલગ ટિમો બનાવી હતી હત્યાનું કારણ શોધી આરોપી સુધીર પરમારની ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યો હતો જયારે હત્યાના બનાવમાં અન્ય સાગર રાઠોડ અને જયદીપ દાફડાના નામ પણ ખુલ્યા છે ત્યારે પોલીસે પણ હત્યમાં આ બંને આરોપી નો રોલ શું હોય શકે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.