હિન્દૂ માન્યાતાઓ અનુસાર નવરાત્રીનાં 9 દિવસોમાં દેવી દુર્ગાનાં 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શક્તિની સાધના સાથે જોડાયેલા આ પાવન પર્વનાં સાતમાં નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન કરવામાં આવે છે. ખુલ્લા કેશ અને કાળા રંગનું શરીર ધારણ કરેલ દેવી કાળીનાં સ્વરૂપને જોઈને આસુરી શક્તિઓ કાંપી ઊઠે છે. તેમની સાધના કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાઓ પ્રવેશ નથી કરી શકતી. એટલું જ નહીં માંના આશીર્વાદ મેળવવાથી શનિ દોષ પણ દૂર થાય છે.
મહાકાળીનાં પૂજનની વિધિ
– મહાકાળીનું પૂજન કરવા માટે સાધકે તન અને મનથી પવિત્ર થઈને દેવી કાળીની પ્રતિમા અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવવું.
– આ બાદ તેના પર પુષ્પ, અક્ષત, ચંદન, ધૂપ-દીપથી પૂજા કરવી.
– મહાકાળીને ગોડ અથવા શીરાનો ભોગ લગાડવો. આ દરમિયાન મહાકાળીની કથા બોલવી અથવા સાંભળવી.
– કથા બાદ દેવીની પૂજા કરવા માટે મંત્રોનો જાપ કરવો.
– અંતમાં માંની આરતી કરવી અને થયેલ ભૂલ-ચૂકની માફી માંગવી.
– મહાકાળીનો સિદ્ધમંત્ર
‘ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:।’
- Advertisement -
મહાકાળીનો મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥