ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-રાષ્ટ્રીય તથા ગુજરાત રાજ્ય શાખા અને દાતાઓના આર્થિક સહયોગથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા નિર્મિત ગીતાનગર-1માં વેરાવળનું પ્રથમ આરોગ્યભવન અને રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટરનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ચેરમેન અજયભાઈ પટેલ સહિત સાંસદ, ધારાસભ્ય સહિત જનપ્રતિનિધિઓની ઉપસ્થિતી રહી હતી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ડો. આંબેડકર કમ્યુનિટી હોલ અનુદાનિત કરાયો છે જ્યાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જાહેર જનતા માટે ઉભા થયેલા આરોગ્ય સેવા ભવનમાં કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર, ફિઝીયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર, ફર્સ્ટએઇડ ટ્રેનીંગ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનીંગ સેન્ટર, જુનિયર તથા યુથ રેડ ક્રોસ પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન તથા મેડીકલ કેમ્પ, થેલેસેમિયા અવેરનેસ એન્ડ પ્રિવેન્સન સહિતની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થશે. આ તકે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, સાંસદ રાજેશ ચુડાસમા, રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ઉપપ્રમુખ રવિન્દ્ર ખતાલે, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા સહિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા ચેરમેન કિરિટભાઈ ઉનડકટ સહિત તેલંગાણા, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત ગીર સોમનાથના સર્વે સભ્યઓની પણ ઉપસ્થિતિ રહી હતી.
ગિર સોમનાથ શાખા નિર્મિત રેડક્રોસ બ્લડ ડોનેશન સેન્ટર અને આરોગ્ય ભવનનું લોકાર્પણ



