રાજકોટ જિલ્લા પંચાયતના DDO દેવ ચૌધરી સાથે ‘ખાસ-ખબર’ની મુલાકાત
હિન્દી મીડિયમમાં ભણ્યા હોવાથી UPSCની તૈયારીની કરવી એક પડકાર: જેનો સામનો કરી જ્વલંત સફળતા મેળવી
- Advertisement -
દેવ ચૌધરીની સફળતાની ગાથા યુવાનો માટે પ્રેરણાદાયી, સતત ત્રણ વખત નિષ્ફળ ગયા, પણ હિંમત ન હાર્યા: પરિણામે વર્ષ 2016માં IAS બન્યા
આજના યુવાનો મોટા સપના જુએ છે પણ નિષ્ફળતાથી હારી જાય છે. નિરાશ થઈ તેઓ મહેનત કરવાનું બંધ કરે છે. પરિણામે ભાગ્યને દોષ આપવાનું શરૂ કરે છે. જ્યારે આ બાબતે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) દેવ ચૌધરી કહે છે કે, દરેક નિષ્ફળતા સફળતાનો માર્ગ ખોલે છે અને મંજીલ સુધી પહોંચાડવા માટે માર્ગને સરળ બનાવી દે છે. ખાસ-ખબર સાથેની વાતચીતમાં આઈએએસ દેવ ચૌધરીએ કેટલીક વાતો શેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજી મારા પ્રેરણાસ્ત્રોત છે. કોઈ વ્યક્તિ મક્કમ નિર્ણય કરે તો કંઈ નડતુ નથી બસ ઈચ્છા શક્તિ જરૂરી છે.
દેવ ચૌધરીના અંગત જીવનની જો વાત કરીએ તો તેઓ રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરના નોખ ગામના રહેવાસી છે. દેવ ચૌધરી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમની સફળતાની ગાથા યુવાનો માટે પ્રેરણાદાયી છે. સતત ત્રણ વખત નિષ્ફળ ગયા, પણ હિંમત ન હાર્યા. પરિણામે વર્ષ 2016માં ફાઈનલ યુપીએસસી પરીક્ષા પાસ કરી. દેવ ચૌધરીએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા બાડમેરના નોખ ગામથી આઈએએસ બનવા સુધીની તેમની સફર વર્ણવી જેમાં દરેક નિષ્ફળતાએ તેમને મજબૂત બનાવ્યા.
દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ ધો. 10 પછી જ આઈએએસ બનવાનું નક્કી કરી લીધું હતું. તેમનો પહેલો પડકાર હિન્દી માધ્યમનો હતો. ગામ નોખમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી દેવ ચૌધરી બાડમેર જિલ્લા મુખ્યાલયમાં આવ્યા. બાડમેર કોલેજમાંથી ઇ.જભ કેમિસ્ટ્રીની ડિગ્રી મેળવી. પછી તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું, પરંતુ શરૂઆતમાં સમસ્યાએ હતી કે દેવ હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. યુપીએસસીની તૈયારી માટેની સારી અભ્યાસ સામગ્રી અંગ્રેજીમાં હોવાથી, હિન્દી માધ્યમના ઉમેદવારો માટે અંગ્રેજી સારી રીતે શીખવું અને તેને પાર પાડવુંએ એક પડકાર હતો. પરંતુ આ પડકારને સ્વીકારીને મહેનત દ્વારા સફળતા મેળવી.
દેવ ચૌધરીએ વર્ષ 2015માં યુપીએસસી પાસ કર્યા બાદ જૂનાગઢમાં 2 વર્ષ પ્રોબેશન પીરીયડ પર રહ્યા. ત્યાંથી અમદાવાદમાં પ્રાંત અધિકારી તરીકે દોઢ વર્ષ સેવા આપી. ત્યારબાદ ગાંધીનગરમાં સચિવાલયમાં સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર તરીકે કામ કર્યું. હાલ અઢી વર્ષથી રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ટાઈમલાઈન
1. વર્ષ 2012માં પ્રથમ પ્રયાસમાં ઞઙજઈ પ્રિલીમ્સ પાસ કરી, પરંતુ મેઈન્સ ક્લિયર કરી શક્યા નહીં.
2. વર્ષ 2013માં ફરી પ્રયાસ કર્યો. આ વખતે તેણે પ્રિલીમ્સ તેમજ મેઈન્સ પાસ કર્યું
3. શરૂઆતની બે નિષ્ફળતાઓને કારણે હિંમત ન હારી. કંઈક નવું શીખ્યા. જાતને સુધારી અને ફરી પ્રયાસ કર્યો. વર્ષ 2014માં ફાઈનલ સિલેક્શન પણ થઈ ગયું હતું, પરંતુ આઈએએસનું સપનું પૂરું થયું ન હતું.
4. જ્યારે દેવ ચૌધરીએ વર્ષ 2015માં ચોથી વખત પ્રયાસ કર્યો અને ઈંઅજ બન્યા.