ક્ષ સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
ખાસ-ખબર સંવાદદાતા
સર્વેક્ષણમાં સામેલ 73 ટકા શહેરી ભારતીય માતા-પિતા ઈચ્છે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જ્યારે સોશિયલ મીડિયા, ઘઝઝ,વિડીયો અને ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે ત્યારે તેમના માટે ફરજિયાત પેરેંટલ સંમતિ સુનિશ્ચત કરવા માટે ડેટા સુરક્ષા કાયદા ઘડવામાં આવે. લોકલ સર્કલ્સના સર્વે મુજબ, સર્વેમાં મોટાભાગના શહેરી માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમના બાળકો સોશિયલ મીડિયા, ઘઝઝ અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મના વ્યસની છે, જ્યારે દર ત્રણમાંથી એક એ સ્વીકાર્યું હતું કે ઓનલાઈન વ્યસન અને ગેમિંગનું વ્યસન બાળકોને આક્રમક, અત્યંત સુસ્ત અને કેટલાક કિસ્સાઓમાં તો હતાશ બનાવે છે. સર્વેમાં સામેલ 73 ટકા શહેરી માતા-પિતા ઈચ્છે છે કે ડેટા સુરક્ષા કાયદો એ બાબત સુનિશ્ચત કરે કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો જ્યારે સોશિયલ મીડિયા, ઘઝઝ, વિડીયો અને ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે ત્યારે તેમના માટે ફરજિયાત પેરેંટલ સંમતિ સુનિશ્ચત કરવામાં આવે. આ સર્વેમાં 296 જીલ્લામાં 46,000 થી વધુ પેરેન્ટ્સે પોતાના અભિપ્રાય આપ્યા હતા. જેમાંથી લગભગ 62 ટકા પુરુષ અને 38 ટકા મહિલાઓ હતી. સર્વેમાં 61 ટકા ભારતીય માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમના 9-17 વર્ષ વચ્ચેના બાળકો દરરોજ એવરેજ 3 કલાક કે તેનાથી વધુ સમય સોશિયલ મીડિયા, ઘઝઝ, વિડીયો અને ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર વિતાવે છે. આ કારણે જ સર્વેના પહેલા જ પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું કે, તમારા પરિવારમાં 9-17 વર્ષની ઉંમરનાં બાળકો દરરોજ એવરેજ કેટલો સમય સોશિયલ મીડિયા, વિડીયો/ઘઝઝ અને ઓનલાઈન ગેમ્સ રમવામાં વિતાવે છે? તો આ પ્રશ્નના જવાબમાં 11,507 જવાબો મળ્યા હતા. એક અભ્યાસ અનુસાર 39 ટકા પેરેન્ટ્સ એ જણાવ્યું હતું કે તેમના બાળકો દરરોજ પોતાના ગેજેટ્સ પર 1-3 કલાકનો સમય વિતાવે છે, જયારે 46 ટકા એ આ સમય પ્રતિદિન 3-6 કલાકનો જણાવ્યો હતો. એવી જ રીતે 15 ટકાએ આ સમય 6 કલાકથી પણ વધુનો જણાવ્યો હતો.