મોંઘવારીનાં મારમાં પીસાતી આમ પ્રજાને એક પછી એક ભાવ વધારાના ડામ લાગી રહ્યા છે. ખાસ કરીને ખાદ્યચીજોમાં વારાફરતી ભાવ વધારો થઈ રહ્યો છે. ટમેટા-શાકભાજી બાદ ડુંગળી પણ મોંઘી થવા લાગી છે અને હવે તુવેરદાળનો ભાવ વધારો જબરો ઉહાપો સર્જે તેવા એંધાણ વર્તાવા લાગ્યા છે.
શાક્ભાજી તથા ફ્રુટના ભાવ વધારા બાદ હવે તુવેરદાળમાં મોટો ભાવ વધારો થતાં લોકોનાં રસોડાનાં બજેટને મોટી અસર થવાની ભીતિ છે. સરકારના રીપોર્ટ પ્રમાણે છેલ્લા થોડા દિવસોમાં જ તુવેરદાળના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.ત્રણ મહિના પુર્વે તુવેરદાળ પ્રતિ કિલો રૂા.95 થી 110 હતી તેના હાલ 130 થી 150 રૂપિયા થયા છે.2022-23 ની સીઝનમા તુવેરનું ઉત્પાદન 37 લાખ થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
- Advertisement -
તુવેરદાળની સાથોસાથ મગદાળ ચણાદાળ તથા અડદ દાળમાં પણ ભાવ વધારો છે.તુવેરદાળના વિકલ્પમાં લોકો ઓછા ભાવની અન્ય દાળ તરફ વળે તો તેમાં પણ ભાવ વધારો થવાની આશંકા છે.



