ફિલ્મમાં રાજ કુન્દ્રા જ પોતાની ભૂમિકા ભજવશે
ખાસ-ખબર સંવાદદાતા
શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની અશ્ર્લીલ ફિલ્મોના નિર્માણ અને વિતરણ મુદ્દે વિવાદમાં આવી ગયો હતો અને તેની ધરપકડ થઇ હતી. હવે આ કાંડ પર એક ફિલ્મ બનવાની તૈયારી થઇ રહી છે.
- Advertisement -
રાજ કુન્દ્રાએ આર્થર રોડ જેલમાં 63 દવસ વીતાવ્યા હતા તે સમયગાળાને રૂૂપેરી પડદે દેખાડવાની તૈયારી થઇ રહી છે. આવતા બે મહિનામાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂૂ કરવામાં આવશે.રાજ કુન્દ્રા પોતે જ મુખ્ય ભૂમિકા ભજવશે.
ફિલ્મમાં રાજ કુન્દ્રાને લગતા વિવાદ , તેની ધરપકડ અને સજા સહિતની બાબતો આવરી લેવાશે. રાજ કુન્દ્રા અંગત રીતે આ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યો છે. તે મુખ્ય રોલમાં જોવા મળવાનો છે.