આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા
આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ તરફ હવે આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં ડાયવર્ઝન અપાયા છે.
- Advertisement -
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.#RathYatraAhmedabad #roadsafety #AhmedabadTrafficPolice pic.twitter.com/4nP2q0ODV6
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 17, 2023
- Advertisement -
આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદમાં જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.
#અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા અગાઉ ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે દર્શન કરી મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટના પદાધિકારીશ્રીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિલોમીટરના સમગ્ર રૂટની સમીક્ષા કરી.#Rathyatra pic.twitter.com/Y9ArOEUlvF
— Gujarat Information (@InfoGujarat) June 18, 2023
આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે ઉજવાશે’
ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે.
#rathyatra2023 pic.twitter.com/22Q07vKNCU
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ વર્ષે અમદાવાદમાં 146મી રથયાત્રા નિકળનાર છે. જેને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું છે. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.