ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની સેન્ટ મેરી સ્કુલ ખાતે એવોર્ડ ડે નુ આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના નિયમ મુજબ દરેક વિધાર્થીઓને ચાર હાઉસમાં વિભાજીત કરવામાં આવે છે.સમગ્ર વર્ષ દરમિયાન ચાર હાઉસ વચ્ચે દરેક કાર્યક્રમમા હરિફાઈ યોજાતી હોય છે તેમાં વિજેતા જાહેર થયેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા હાઉસને ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી.શાળા ના પ્રિન્સીપાલ ફાધર બીજુ સેબેસ્તિયન, વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર શીલા, સ્પોર્ટ્સ ટીચર્સ ભાનુંબેન વાડી તેમજ નિકુંજ જાગાણી સર, ચારેય હાઉસના લીડર જેમાં બ્લૂ હાઉસ ના વૈભવી સેલારકા, ગ્રીન હાઉસના પી જે મેથ્યુ, રેડ હાઉસ ના કૃતિ ટાંક, યેલો હાઉસ ના ભાવિશા ટાંક આ કાર્યક્રમમાં જોડ્યા હતા.સ્ટાફ સેક્રેટરી અંજના છાત્રોડિયા ,કલ્ચરલ સેક્રેટરી જયસ્મિતા ડાભી તેમજ શાળાના દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે એવોર્ડ ડે નું આયોજન કરાયું
