આ વખતના બજેટમાં રેલ્વે માટે 8332 કરોડની ફાળવણી: 87 રેલ્વે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના રેલ્વેના વિવિધ પ્રશ્ર્નો અંગે કેન્દ્રીય રેલ્વે મિનિસ્ટર અશ્ર્વિની વૈષ્ણવી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતમાં 40350 કિ.મી.ના 41 પ્રોજેક્ટ ચાલુ છે તેમાં 36437 કરોડનો ખર્ચ થશે. આ વખતની બજેટ ફાળવણીમાં 8332 કરોડ રેલ્વે માટે ફાળવવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષો કરતાં 14 ગણુ વધારે છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વર્લ્ડ ક્લાસના 27 રેલ્વે સ્ટેશન ડેવલોપ થશે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, અંકલેશ્ર્વર, અસારવા, બારડોલી, બીલીમોરા, ચાંદલોડીયા, ચોરવાડ, દભોઈ, દાહોદ, ડાકોર, દેરોલ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા, ગોંડલ, હાપા, હિંમતનગર, જામનગર, જામજોધપુર, જામવણથલી, જૂનાગઢ, કાનાલુસ, કરમસદ, કેશોદ, ખંભાળીયા, કિમ, કોલંબા, લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહેમબાદ, મણીનગર, મહુવા, મીઠાપુર, મોરબી, કરજણ, નડીયાદ, નવસારી, ઓખા, ભુજ, પડધરી, પાલનપુર, પાલીતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ, રાજુલા, સાબરમતી, સામખીયાળી, સંજાણ, સા.કુંડલા, સિદ્ધપુર, શિહોર, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદયવાડા, ઉંમરગાવ, ઓઝા, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્ર્વામિત્રી, વાંકાનેર વગેરે ગામોના નાના-મોટા રેલ્વે પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર, સાબરમતી, સોમનાથ, ઉધના સુરત, ન્યુ ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં સાત રેલ્વે સ્ટેશનોમાં 5075 કરોડનો અંદાજિત ખર્ચ થશે તેમજ નવા 10 રેલ્વે સ્ટેશનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 2014થી અત્યાર સુધીમાં 828 ફ્લાયઓવર અને અન્ડરબ્રીજ બાંધવામાં આવ્યા છે તેમજ 33 રેલ્વે સ્ટેશન વન સ્ટેશન, વન પ્રોડક્ટ યોજના શરૂ કરવાનું આયોજન છે એવું રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ-સુરેન્દ્રનગર 116 કિમી ડબલ ટ્રેકનું કામ અઠવાડિયામાં પૂર્ણ થશે
લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. એક અઠવાડિયામાં એટલે કે આગામી 12 ફેબ્રુઆરી સુધીના સમયમાં પૂર્ણ કરી દેવાની રેલવેની તૈયારી છે. રૂ.1056.11 કરોડના ખર્ચે 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતા અનેક સુવિધાઓ વધી જશે અને સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી શક્યતા છે.
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે કુલ 116.17 કિલોમીટર અંતરમાં ડબલ ટ્રેક કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. આ માટે રેલવેએ 1056.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડબલ ટ્રેક કામગીરી ઉપરાંત આ જ ટ્રેક પ2 વિદ્યુતિકરણ કામગીરી પણ સમાંતર ધો2ણે ચાલુ કરી દેવામાં આવી છે. જે આગામી જુલાઈ સુધીમાં પૂરી કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરથી વિરમગામ, અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.