બાળલગ્ન પ્રતિબંધ ધારો-2006 ની કલમ-13ની પેટા કલમ 4 મુજબ અક્ષય તૃતીયા જેવા ખાસ દિવસોએ મોટા પ્રમાણમાં થતા બાળલગ્ન અટકાવવા તેમજ આવા બાળલગ્નન થાય તે માટે પહેલાથી જ લોકોને જાગ્રુત કરવા જરૂરી છે આજરોજ તા. 27-1 -23ના દિવસે અલગ અલગ તાલુકા કક્ષાએ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી કિરણબેન રામાણી હંસાબેન ભાલારા જયંતીભાઈ ચાંસીયા અલ્પાબેન ગોહેલ દ્વારા આંગણવાડી કાર્યકરો બહેનો સાથે દરેક તાલુકા લેવલે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર આંગણવાડી કાર્યક્રર ગ્રામ્ય વિસ્તારોમાં માંથી આવતા હોય અને બાળલગ્નનું પ્રમાણ ગ્રામ્ય લેવલે વધુ હોય છે તો આ બહેનો સાથે બાળલગ્ન ધારાની માહીતી આપવામાં આવી અને વિશેષ તેને લગતી આઇસી મટિયલ્સ વહેચાવામાં આવેલ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં બાળલગ્ન અટકાવો અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Follow US
Find US on Social Medias