ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં વેરા બાકીદારો પર સતત મનપાની વેરાશાખા દ્વારા ઘોંસ બોલાવી ને બાકીદારો પાસેથી વસૂલાત માટે સીલ, જપ્તી, નોટિસ સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 33 મિલ્કતોને સીલ કરેલ તથા 54-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી અને રૂા.47.31 લાખ રીકવરી કરવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જાસલ કોમ્પ્લેક્ષ માં 5-યુનિટને બાકી માંગણા સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.50 લાખ, જંકશન મેઇન રોડ પર જય એપાર્ટમેન્ટ 5-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલા છે. કૈલાશવાડી વિસ્તારમાં 4-યુનિટ બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ,લાતી પ્લોટ વિસ્તારમાં 2-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.1.20 લાખ,કુવાડવા રોડ પર આવેલ મનીષ ચેમ્બર 3-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ,જય શક્તિ પાર્ક માં આવેલ ક્રિસ્ટલ સીટી માં 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ, કુવાડવા રોડ પર 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ,ગુરુ કાર્ડ કોમ્પ્લેક્ષ માં 3-યુનિટ સીલ,સંત કબીર રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.46 લાખ,વોકલી રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1.50 લાખ,ગોડાઉન રોડ પર આવેલ શિલ્પ ટાવર 1-યુનિટ ને સીલ કરતા રીક્વરી રૂ.,60,000/,મંગળા મે ઇન રોડ પર આવેલ સ્માઇલ બિલ્ડીંગ માં 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.88,351/,ઢેબર રોડ પર આવેલ લીલાવંતી ચેમ્બર માં 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ અને સદગુરુ આર્કેડમાં 5-યુનિટને સીલ,અમીન માર્ગ પર આવેલ 6-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ. 3.20 લાખ,ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.40 લાખ,વાવડી ઇન્ડ. એરીયામાં આવેલ 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,સમ્રાટ ઇન્ડ. એરીયામાં આવેલ 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.40 લાખ,ઢેબર રોડ પર આવેલ 1-યુનિટને બાકી માંગણા સામે સીલ મારતા રીકવરી રૂ.50,000, બાપુનગર વિસ્તારમાં 3-યુનિટને સીલ મારેલ તથા 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,કાંતિ ઇન્ડ. એરીયામાં 2-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.20 લાખ, મારૂતી ઇન્ડ. એરીયામાં 3-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.75 લાખ, સહજાનંદ ઇન્ડ. એરીયામાં 2-યુનિટને બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ.1.00 લાખ,મેઘાણી નગર માં આવેલ 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.1.00 લાખ, ગોકુલનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.76,000,અટીકામાં આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.53 લાખ કરી હતી.
તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.